લોકો કહેતા કે આનો શોટ બાઉન્ડરી સુધી પણ નહીં પહોંચે એ હરમને ફટકારી સિક્સરની સદી

Share this story

People were saying that this shot

  • હરમનપ્રીતે પટિયાલામાં રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ મેચમાં 75 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે એક બોલ પર એટલો જોરદાર શોટ માર્યો કે બોલ મેદાનમાંથી પડોશીના ઘરમાં પહોંચી ગયો. ઘરની બારીના કાચ તૂટી ગયા હતા. તે ઘરનો માલિક ગ્રાઉન્ડ સુધી આવ્યો.

ક્રિકેટની (Cricket) રમત હંમેશાથી પુરુષ પ્રધાન રહી છે. પુરુષોના દબદબાવાળી આ રમતમાં એક ભારતીય મહિલા ક્રિકેટરે પોતાનું નામ રોશન કર્યું છે. આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે ઈંગ્લેન્ડને (England) હરાવનારી ભારતીય મહિલા ક્રિકેટની (Women’s Cricket) શાન હરમનપ્રીતની (Harmanpreetani). એક સમય હતો કે હરમન જ્યારે ક્રિકેટમાં આવી ત્યારે લોકો કહેતા હતા કે આનો શોર્ટ તો બાઉન્ડરી સુધી પણ નહીં પહોંચી શકે. એજ હરમનપ્રીતે આજે ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. .

હરમનપ્રીતે પોતાની કરિયરમાં થોડા જ સમયમાં સિક્સરની સદી ફટકારી દીધી છે. હરમનપ્રીત આજે વન-ડે અને T20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર મહિલા ક્રિકેટર બની ગઈ છે. હરમનપ્રીત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 113 સિક્સર ફટકારી ચૂકી છે. આ છોકરી તેના ગામ મોગામાં માત્ર મહિલા ક્રિકેટની જ ઓળખ નથી બની, પરંતુ તે દેશભરના ચાહકોને વિશ્વાસ અપાવવામાં પણ સફળ રહી છે કે અમારી છોકરીઓ છોકરાઓથી ઓછી નથી.

એક ઈન્ટરવ્યુમાં હરમનપ્રીતે કહ્યું હતું કે,’પહેલાં જ્યારે મારા પિતાના મિત્રો એરપોર્ટ પર મને સી-ઓફ કરવા આવતા ત્યારે તેઓ કહેતા કે મારે મોટા શોટ મારવાની શું જરૂર છે? છોકરીઓમાં મોટા શોટ રમવાની શક્તિ હોતી નથી. ફક્ત સિંગલ્સ અને ડબલ્સ લેવાનો પ્રયાસ કરો. આના જવાબમાં મેં કંઈ કહ્યું નહીં, પરંતુ 2017નો વર્લ્ડ કપ જોયા પછી તેઓ માનવા લાગ્યા કે કદાચ હું અને મારા સાથી ખેલાડીઓ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી શકીએ છે.

હરમનની દરેક ફોર્મેટમાં આક્રમક બેટિંગે સાબિત કર્યું છે કે મહિલા ક્રિકેટમાં પણ લાંબી સિક્સ ફટકારી શકાય છે. આજે હરમનપ્રીતની કહાની એટલા માટે કારણ કે તેના નેતૃત્વમાં મહિલા ટીમ ઈન્ડિયાએ શનિવારે ઈંગ્લેન્ડને તેના ઘરમાં રમાયેલી વનડે સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું. એટલે કે અંગ્રેજોનો સફાયો એમની જમીન પર. તેણે પોતે સામેથી કમાન સંભાળતા બીજી વનડેમાં 111 બોલમાં 18 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 143 રન ફટકાર્યા હતા.

કોચ કમલદીશ સિંહ સોઢી કહે છે, ‘હું અને મારી પત્ની મોગાની ગુરુનાનક કોલોનીમાં ફરવા જતા હતા. અમે એક પ્રાઈવેટ સ્કૂલ (જ્ઞાન જ્યોતિ સિનિયર સેકેંડરી સ્કૂલ) ચલાવતા હતા. હું જ્યારે પણ ફરવા જતો ત્યારે હરમનપ્રીતને છોકરાઓ સાથે રમતી જોતો હતો. મને લાગતું હતું કે હું પોતે એક ક્રિકેટ ખેલાડી છું મારા પરિવારના ઘણા લોકોએ પણ ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું છે.

એટલા માટે હું મારી સ્કૂલમાં પણ એક સારી ક્રિકેટ ટીમ બનાવવા માંગતો હતો. જ્યારે મેં હરમનપ્રીતને રમતાં જોઈ ત્યારે મને લાગ્યું કે આ છોકરીની સ્કિલને પોલિશ કરી શકાય છે. આ પછી મોગાની પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બનાવી. આ ટીમ સાથે અમે સ્ટેટ ક્રિકેટ ચેમ્પિયન બન્યા.

ઉલ્લેખનીય છેકે, હરમનપ્રીત જ્યારે 12મા ધોરણમાં હતી ત્યારે તેની પસંદગી ઈન્ડિયન ટીમમાં થઈ હતી. કમલદીશ સિંહ સોઢીએ જણાવ્યું કે હરમનપ્રીતે પટિયાલામાં રાજ્ય સ્તરીય ટૂર્નામેન્ટ દરમિયાન પ્રથમ મેચમાં 75 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે એક બોલ પર એટલો જોરદાર શોટ માર્યો કે બોલ મેદાનમાંથી પડોશીના ઘરમાં પહોંચી ગયો. ઘરની બારીના કાચ તૂટી ગયા હતા. તે ઘરનો માલિક ગ્રાઉન્ડ સુધી આવ્યો. તે ખૂબ જ ગુસ્સામાં હતો, પરંતુ તેને ખબર પડી કે આ છગ્ગો કોઈ છોકરીએ માર્યો છે, તે ખુશ થઈને ગ્રાઉન્ડ પરથી પરત જતો રહ્યો.

હરમનપ્રીત સૌથી વધુ છગ્ગા મારનાર મહિલા ક્રિકેટરોની યાદીમાં ત્રીજા નંબરે છે. હરમને 30 મેચમાં 17 સિક્સર ફટકારી છે. આ યાદીમાં તેના પહેલા વેસ્ટ ઈન્ડિઝની ડિએન્ડ્રા ડૉટિન 22 છગ્ગા સાથે નંબર વન અને ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈન 18 છગ્ગા સાથે બીજા નંબર પર છે.

આ પણ વાંચો :-