HomeGujaratઅમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઇટના ટોયલેટમાં છુપાવેલું ₹4 કરોડનું સોનું જપ્ત

અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઇટના ટોયલેટમાં છુપાવેલું ₹4 કરોડનું સોનું જપ્ત

Date:

Related stories

નવરાત્રી 2026: નવ દિવસ, નવ રંગ! જાણો કયા દિવસે કયો રંગ પહેરવો અને તેનું શું છે મહત્વ

શારદીય નવરાત્રી એ માતા દુર્ગાની આરાધના, શક્તિ અને ભક્તિનો...

રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ 1’ને લઈને મોટું અપડેટ! જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક ‘રામાયણ પાર્ટ 1’ને લઈને...

ખેલૈયાઓની સુરક્ષા સામે સવાલ! અમદાવાદમાં ફાયર NOC વગર ‘સાંચી ગરબા’નું આયોજન થયાનો આક્ષેપ

નવરાત્રીના માહોલ વચ્ચે અમદાવાદમાં ખેલૈયાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો...

ટ્રમ્પનો નવો વિચાર! હવે એટલાન્ટિક કે પેસિફિક મહાસાગરનું નામ ‘ટ્રમ્પ ઓશન’ રાખવાની ચર્ચા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટલાન્ટિક અથવા પેસિફિક મહાસાગરનું નામ...
spot_img

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ગુપ્ત માહિતીના આધારે મોટી સફળતા મેળવી છે. દુબઈથી આવેલી એક ફ્લાઈટમાં સોનાની દાણચોરી માટે અપનાવવામાં આવેલી નવી રીતનો ભંડાફોડ કરતાં અધિકારીઓએ અંદાજે ₹4 કરોડથી વધુ કિંમતનું સોનું જપ્ત કર્યું છે.

12 જૂનના રોજ કરવામાં આવેલી તપાસ દરમિયાન ફ્લાઈટના આગળના ભાગમાં આવેલા લેવેટરી (ટોઇલેટ)ના સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિક ટેપથી લપેટેલા બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા. તપાસ કરતાં તેમાંથી 24 સોનાના બિસ્કિટ મળી આવ્યા, જે 999 શુદ્ધતાવાળા હોવાનું જાણવા મળ્યું હતું.

આ સોનાની કુલ કિંમત ₹4 કરોડથી વધુ હોવાનું માનવામાં આવે છે. જોકે, આટલી મોટી કિંમતના સોના પર કોઈ વ્યક્તિએ માલિકીનો દાવો કર્યો ન હોવાથી કસ્ટમ્સ વિભાગે સમગ્ર જથ્થો કબ્જે કરી લીધો છે. હાલ અધિકારીઓ સોનાના વાસ્તવિક માલિક અને દાણચોરીના સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Subscribe

Latest stories