HomeSurat Cityઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. રોજિંદી જરૂરિયાતનો સામાન ઘરે મંગાવતી ઓનલાઈન ક્વિક-કોમર્સ એપના ડાર્ક સ્ટોરમાં જ જો મુદત વીતી ગયેલી ખાદ્યવસ્તુઓ મળી આવે તો ગ્રાહકોની ચિંતા વધે તે સ્વાભાવિક છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની તપાસમાં Zeptoના ગોરાટ સ્થિત ડાર્ક સ્ટોરમાંથી એક્સપાયર છાશ અને વાસી બ્રેડનો જથ્થો મળી આવતાં તંત્રએ કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ, સ્થાનિક ફરિયાદોના આધારે SMCની ફૂડ સેફ્ટી ટીમે ગોરાટની જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલા Zeptoના સપ્લાય ગોડાઉનમાં અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આશરે 60 લિટર એક્સપાયર સુમુલ છાશનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત વાસી તેમજ મુદત વીતી ગયેલી બ્રેડના પેકેટ પણ મળી આવ્યા હતા. અધિકારીઓએ અયોગ્ય ખાદ્યસામગ્રી જપ્ત કરીને તેનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો, જેથી તે ગ્રાહકો સુધી ન પહોંચે.

તપાસ દરમિયાન ખાદ્યસામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતા સંબંધિત નિયમોના પાલનમાં ખામીઓ સામે આવતાં SMCએ Zepto Limited સામે ₹25,000નો દંડ ફટકાર્યો છે. સાથે જ કંપનીના સંચાલકોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે અને ગોડાઉનમાં ખાદ્યપદાર્થોના સ્ટોરેજ તથા હાઇજિન અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.

આ કાર્યવાહી બાદ ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર મળતી ખાદ્યવસ્તુઓની એક્સપાયરી, ગુણવત્તા અને સંગ્રહ વ્યવસ્થાની નિયમિત તપાસ કેટલી જરૂરી છે તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Subscribe

Latest stories