HomeInternationalઅમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...

૪ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: બુધવારે જાણો મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): બુધવારના પ્રભાવથી તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક વાર્તાલાપમાં...
spot_img

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે. આ ચૂંટણીમાં ઓહિયો ગવર્નરની ચૂંટણીમાં ભારતવંશી રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીનો પરાજય થયો છે, ટ્રમ્પના નજીકના સાથી વિવેક રામાસ્વામી માટે આ એક મોટો ફટકો છે. જ્યારે ભારતીય-અમેરિકન ડેમોક્રેટ્સ સુહાસ સુબ્રમણ્યમ અને અરુણા મિલર ફરીથી ચૂંટાય તે નિશ્ચિત છે, જેમણે નિર્ણાયક લીડ મેળવી છે. ફ્લોરિડામાં, પિયા ડાંડિયા તેમના પ્રતિસ્પર્ધી પર મજબૂત લીડ જાળવી રાખી છે.

મીડિયા હેવાલ મુજબ વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં સુહાસ સુબ્રમણ્યમ જીત્યા છે. 82 ટકા મતોની ગણતરી થઈ ગઈ છે. ડેમોક્રેટિક ઉમેદવાર સુબ્રમણ્યમને લગભગ 63 ટકા મત મળ્યા છે, જ્યારે તેમના રિપબ્લિકન પ્રતિસ્પર્ધી, ડેવ બેકવિથને 35 ટકા મત મળ્યા છે. આ જીત સાથે, સુબ્રમણ્યમ સતત બીજી બે વર્ષની મુદત માટે ચૂંટાયા છે. સુહાસ સુબ્રમણ્યમે વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન સ્પર્ધક ડેવ બેકવિથને હરાવીને જીત મેળવી છે.

મેરીલેન્ડમાં ડેમોક્રેટિક ગવર્નર વેસ મૂરના ફરીથી ચૂંટાઈ આવવાના અંદાજ સાથે, ભારતીય-અમેરિકન લેફ્ટનન્ટ ગવર્નર અરુણા મિલરને તેમનું પદ જાળવી રાખવાની ખાતરી છે. મૂરની સાથે ચૂંટણી લડનારા મિલરે રિપબ્લિકન લેફ્ટનન્ટ ગવર્નર ઉમેદવાર રોબ ક્રોપને હરાવ્યા હતા, જે ભૂતપૂર્વ સ્ટેટ ડેલિગેટ ડેન કોક્સના રનિંગ મેટ હતા. જ્યારે ડેમોક્રેટ પિયા ડાન્ડિયાએ રિપબ્લિકન ઉમેદવાર કેસી અસ્કરને હરાવીને તેમની પાસેથી બેઠક આંચકી લીધી હતી.

Subscribe

Latest stories