HomeInternationalVideo : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું...

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

Date:

Related stories

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના રોજ મોટી હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ હતી. સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈને ક્રેશ થયાં હતાં. આ અકસ્માતમાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે ન્યૂઝીલેન્ડના એક નાગરિક સહિત અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 8:11 વાગ્યે બની હતી. બંને હેલિકોપ્ટર ફિસ્ટેલ એર (Fishtail Air) અને એર ડાયનેસ્ટી (Air Dynasty) કંપનીનાં હતાં. બંને હેલિકોપ્ટર બરફથી ઢંકાયેલા વિસ્તારમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે તેમના રોટર બ્લેડ એકબીજા સાથે અથડાયા હતા.

અકસ્માતમાં ભારતીય પ્રવાસીનું મોત

અહેવાલો અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકની ઓળખ 47 વર્ષીય વસંત કુમાર બાલારામારામાડુ તરીકે થઈ છે. જ્યારે ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના નાગરિક શૈલેષ કૃષ્ણ પટેલ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. તેમને સારવાર માટે એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

બંને હેલિકોપ્ટરના પાયલટને પણ ઈજા

નેપાળ પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં બંને હેલિકોપ્ટરના પાયલટને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમને વધુ સારવાર માટે કાઠમંડુ લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સિમરિક એરનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું.

અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ

હાલ બંને હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. લેન્ડિંગ દરમિયાન બંને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર કયા કારણોસર થઈ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, હેલિકોપ્ટરના રોટર બ્લેડ એકબીજા સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

માઉન્ટ એવરેસ્ટ વિસ્તાર પ્રવાસીઓ અને પર્વતારોહકો માટે મહત્વનું સ્થળ છે. અહીં દુર્ગમ પહાડી વિસ્તારોમાં મુસાફરોને લઈ જવા તેમજ રેસ્ક્યૂ કામગીરી માટે હેલિકોપ્ટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

Subscribe

Latest stories