ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં ગેનીબેન ઠાકોરે પ્રધાનજી ઠાકોર પર સાધ્યું નિશાન, આપ્યું મોટું નિવેદન

Share this story

In favor of Gulab Singh Rajput, Ganiben

  • વિધાનસભાની ચૂંટણી પહેલા જ બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. વાવના MLA ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂતની તરફેણમાં પ્રધાનજી ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે.

વાવના MLA (Vavna MLA) ગેનીબેન ઠાકોરે (Ganiben Thakore) ગુલાબસિંહ રાજપૂતની (Gulab Singh Rajput) તરફેણમાં પ્રધાનજી ઠાકોર (Pradhanji Thakor) પર નિશાન સાધતા કહ્યું કે, ‘આગેવાનો સ્વાર્થ માટે બીજાના હાથા બનીને આવે છે. ચૂંટણી સમયે આગેવાનો બીજા લોકોનો હાથો બની રહ્યાં છે. શંકર ચૌધરીને (Shankar Chaudhary) મદદ કરવા અમુક લોકો હાથા બની રહ્યાં છે.’

પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર કર્યા હતા ગંભીર આક્ષેપ :

ઉલ્લેખનીય છે કે, પ્રધાનજી ઠાકોરે ગુલાબસિંહ રાજપુત પર આક્ષેપ કર્યા હતા. જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રધાનજી ઠાકોરે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પર ભેદભાવના આરોપ લગાવ્યા હતા. પ્રધાનજી ઠાકોરને ગુલાબસિંહ રાજપૂતે હરાવ્યાં હોવાના આક્ષેપ કર્યા હતા. 2021ની યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પ્રધાનજી ઠાકોરની હાર પાછળ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પ્રધાનજી ઠાકોર જિલ્લા મહામંત્રી અને થરાદ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તથા તેઓએ આવનારી ચૂંટણીમાં ટિકિટની પણ માંગણી કરી છે. જો કોંગ્રેસ ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપશે તો ઠાકોર સમાજ તેમનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.

કોંગ્રેસની બાર સાંધે ત્યાં તેર તુટે જેવી હાલત..!

ઉલ્લેખનીય છે કે હાલમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સર્જાયેલી છે. કારણ કે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ (Harshad ribadiya) કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હર્ષદ રિબડીયાએ 6 ઓગસ્ટના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ નેતા પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે પોતાના સમર્થકો સાથે તેઓએ કેસરિયો ધારણ કરી લીધો હતો. જોકે રિબડીયા ભાજપમાં જોડાતા હવે એવા પણ તર્કવિતર્ક પણ થઈ રહ્યાં છે કે, શક્ય છે કે હર્ષદ રિબડીયા વિસાવદર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.

આ પણ વાંચો :-