ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : સ્કૂલની પરીક્ષા બોર્ડ જેવી જ હશે, તાત્કાલિક અપાયા મોટા આદેશ

Share this story

Big news for Gujarat students :

  • આગામી સોમવારથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે તમામ સ્કૂલોને આદેશ અપાયો છે.

ગુજરાત માધ્યમિક (Gujarat Secondary) અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Board of Higher Secondary Education) દ્વારા શાળાઓની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી સોમવારથી યોજાઈ રહેલી શાળાઓની પરીક્ષા ગેરરીતિ વિહીન (Without malpractice) અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે

ખંડ નિરીક્ષકને બોર્ડ પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ :

આ પરિપત્રમાં શાળાઓની પરીક્ષામાં પણ બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ આગામી સોમવારથી શાળાઓમાં શરૂ થઈ રહેલી પરીક્ષામાં ખંડ નિરીક્ષકને બોર્ડની પરીક્ષા મુજબની કામગીરી કરવાનો આદેશ અપાયો છે.

CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ તપાસવા આદેશ :

આ ઉપરાંત તમામ ક્લાસરૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવા અને CCTVની ચકાસણી સહિતની સુવિધાઓ પણ ચકાસણા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. નિરીક્ષકે બોર્ડની પરીક્ષાની માફક પુરવણીની સંખ્યા, વિદ્યાર્થીઓએ કેટલા પાનામાં લખાણ લખ્યું સહિતની વિગતો ભરવાની રહેશે.

શિક્ષા કોષ્ટકને નોટિસ બોર્ડ પર લગાવાની અપાઈ હતી સૂચના :

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે શિક્ષા કોષ્ટક (પરીક્ષામાં ગેરરીતિના કેસ સામે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે તેની માહિતી) શાળાના નોટિસ બોર્ડ ઉપર લગાવવાની સૂચના આપવામાં આવી હતી. આ અંગે પણ શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

પરીક્ષામાં ગેરરીતિ અટકાવવાનો પ્રયાસ :

પરિપત્રમાં જણાવાયું હતું કે, માર્ચ-2023માં બોર્ડની પરીક્ષા ગેરરીતિ વિહીન અને ભય મુક્ત સ્વસ્થ વાતાવરણમાં લેવામાં આવે તેવું અંગોતરુ આયોજન કરવું જરૂરી છે. આ સંદર્ભે ગેરરીતિ કેસ બને તો ક્યાં પગલાં લેવામાં આવે છે. તે અંગે વિદ્યાર્થીઓ અવગત બને અને સ્વસ્થ જાગૃત માનસિકતા અને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા માટે સજ્જ બને તે જરૂરી છે. આ માટે શિક્ષા કોષ્ટકને દરેક શાળાઓના નોટિસ બોર્ડ ઉપર લગાવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો :-