વંદે ભારત એક્સપ્રેસના ક્ષતિગ્રસ્ત ભાગની રાતોરાત થઈ ‘સર્જરી’, જુઓ તસવીરો

Share this story

Damaged part of Vande Bharat Express underwent

  • ગત રોજ ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત થયો હતો, જેને રાતોરાત રિપેર કરી દેવામાં આવ્યો છે. આ આખી ટીમે જહેમત ઉઠાવીને આગળનો ભાગ રિપેર કર્યો છે.

ગાંધીનગર કેપિટલથી (Gandhinagar Capital) મુંબઈ સેન્ટ્રલ (Mumbai Central) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને સવારે 11.15 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. ટ્રેન વટવાથી મણિનગરના (From Vatwa to Maninagar) ટ્રેક પર ભેંસ આવી જતા એન્જિન (Engine) સાથે અથડાઈ હતી અને તેમાં એન્જિનના આગળના ભાગે નુકસાન થયું હતું.

જો કે આ ટ્રેનના આગળના ભાગમાં જે નુકસાન થયું હતું તેને રાતોરાત રિપેર કરીને ફરી રાબેતા મુજબ કરી દેવામાં આવી છે. હાલમાં આ આખી ટીમ કે જેમણે આખી રાત મહેનત કરીને આ ટ્રેનના આગળના ભાગને રિપેર કર્યો છે. તે ટીમ સાથે આ ટ્રેનનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં આપ જોઈ શકશો કે જે પણ નુકસાન થયું હતું તે પહેલાની માફક થઈ ગયું છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

આ દુર્ઘટનના એક દિવસ બાદ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ રિપેર થઈને ફરીથી પાટા પર દોડવા લાગી હતી. તેના આગલા ભાગને મુંબઈ સેન્ટ્રલ રેલ્વેના કોચિંગ કેર સેન્ટરમાં રિપેર કરવામાં આવ્યાં. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે શુક્રવારે જણાવ્યું કે, ટ્રેનનો ફક્ત આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. તેના કોઈ ફંકશનલ પાર્ટને નુકસાન નથી થયું.

આ ઘટનાની જાણ થતા જ રેલવે અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નુકસાન થયેલા ભાગને તાત્કાલિક સમારકામ કરી ટ્રેનને રવાના કરી હતી.

આરપીએફે ગુનો દાખલ કર્યો :

આ મામલે ગંભીરતા દાખવી રેલવે સુરક્ષા દળ દ્વારા ભેંસના માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ આ મામલે આરપીએફે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેટલાંક દિવસ પહેલાં નરોડામાં ઢોર રસ્તામાં વચ્ચે આવી જતા એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે છતાં હજુ સુધી રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.

આ પણ વાંચો :-