Today once again the case of murder
- મૂળ કોરિયાના રહેવાસી અને અમેરિકામાં અભ્યાસ કરતા સાથે રૂમમેટે ગુજરાતી વિદ્યાર્થીની હત્યા કરી હોવાની આશંકા.
વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના (Killing of Indians) બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા (Canada) હોય કે અમેરિકા (America) ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ (Gujarati) વસવાટ કરે છે. કોઈ ધંધાર્થે તો કોઈ અભ્યાસ માટે અહીં આવીને રહે છે. જો કે છેલ્લાં કેટલાંક સમયથી તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. આજે ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. (Today once again the case of murder of a Gujarati student has come to the fore in Americ)
અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં 20 વર્ષીય કચ્છ મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. ઈન્ડિયાના રાજ્યની પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 20 વર્ષીય વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેના કોરિયન રૂમમેટને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો
પોલીસે બુધવારે જણાવ્યું હતું કે વરુણ મનીષ છેડા કમ્પાઉન્ડની પશ્ચિમ બાજુના મેકકચિયન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થીની હત્યાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. NBC ન્યૂઝે સ્કૂલના પોલીસ વડાને ટાંકીને આ માહિતી આપી છે.
પરડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિયેટે બુધવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરિયાના જુનિયર સાયબર સિક્યોરિટી ચીફ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જી મીન જિમ્મી શાએ બુધવારે લગભગ 12:45 વાગ્યે 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જો કે કોલની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મેકકચિયન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી. બુધવારે ઘણા લોકોએ તેની ચીસો સાંભળી હતી. જણાવી દઈએ કે છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ છેડાનું મૃત્યુ ઘણી તીક્ષ્ણ આઘાતજનક ઇજાઓથી થયું હતું.
વિદ્યાર્થીના રૂમમાંથી ચીસો સંભળાઈ
યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ વરુણના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા. છેડાના બાળપણના મિત્ર અરુણાભ સિન્હાએ એનબીસી ન્યૂઝને જણાવ્યું કે છેડા મંગળવારે રાત્રે ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો અને મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. અચાનક તેના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાયો. પોલીસ અધિકારી વિયેટે જણાવ્યું હતું કે 22 વર્ષીય શાને 911 પર કોલ કર્યાની મિનિટ પછી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-