WhatsApp પર નહીં લઈ શકો સ્ક્રીનશોટ ! આ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું નવું ફીચર, જાણો ડિટેલ્સ

Share this story

Can’t take screenshots on WhatsApp

  • હાલ ફરી એક વખત વોટ્સએપ નવું ફીચર લાવી રહ્યું છે અને આ નવા ફીચર્સમાં વોટ્સએપની ચેટનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં.

વોટ્સએપનો (WhatsApp) ઉપયોગ આજે લગભગ દરેક લોકો કરતા જ હશે. અ માટે જ તેનો સમાવેશ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી એપમાં થાય છે. વોટ્સએપમાં સરળ અને વધુમાં વધુ ફીચર્સ (Features) આપવામાં આવ્યાં છે. જે તેની લોકપ્રિયતા ઘણી વધી છે.

આ સાથે જ વોટ્સએપ સતત નવી સુવિધાઓ રજૂ કરીને તેના યુઝર્સના અનુભવમાં વધારો કરે છે. હાલ ફરી એક વખત કંપની નવું ફીચર લાવી રહી છે. આ નવા ફીચર્સમાં વોટ્સએપની ચેટનો સ્ક્રીનશોટ (Screenshot of the chat) લઈ શકાશે નહીં.

વ્યૂ વન્સથી મોકલવામાં આવેલી તસવીરોનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. :

જો કે જણાવી દઈએ કે આ ફીચર્સ ફક્ત વ્યૂ વન્સથી મોકલવામાં આવેલી તસવીરો માટે જ લાગુ કરવામાં આવશે. એટલે કે જો કોઈએ હવે વ્યુ વન્સ ફીચરથી બીજી વ્યક્તિને કોઈ ઈમેજ મોકલી હોય તો એ વ્યક્તિ તેનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે.

વ્યૂ વન્સ ફીચરથી મોકલવામાં આવેલી ઈમેજનો સ્ક્રીનશોટ લઈને યુઝર્સ તેને સેવ કરતાં હતા એટલા માટે વ્યૂ વન્સ ફીચર લોકો માટે આટલું કારગાર સાબિત નહતું થયું. એટલે હવે વોટ્સએપ આ નવું ફીચર્સ લઈને આવી રહ્યું છે.

સ્ક્રીન રેકોર્ડિંગમાં કરવા પર પણ થઈ જશે બ્લોક :

વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનાર એક વેબસાઇટએ જાણકારી આપી હતી કે આ ફીચર અમુક સિલેક્ટેડ બીટા યુઝર્સ માટે બહાર પાડવામાં આવી રહ્યું છે અને આ ફીચરને કારણે યુઝર્સ વ્યુ વન્સથી મોકલેલી ઈમેજને સ્ક્રીનશોટ લઈને સેવ નહીં કરી શકે. આ સાથે જ જો યુઝર્સ વ્યૂ વન્સથી મોકલવામાં આવેલ ઇમેજને સેવ કરવા માટે સ્ક્રીન રેકોર્ડિંગ કરશે તો પણ એ બ્લોક થઈ જશે.

આવું ફીચર Netflix, Disney + Hotstar અને Amazon Prime Video જેવી ઘણી OTT એપ્સમાં પણ જોવા મળે છે. હાલ પૂરતું આ ફીચર બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે પણ થોડા જ સમયમાં તે બાકીના યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો :-