Today’s Horoscope October 6 Gujarat Guardian
મેષઃ
આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મળતાં માનસિક આનંદની અનુભૂતિ થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે. મિત્રો તરફથી સાથ-સહકાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય.
વૃષભઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. નોકરીમાં બઢતી તથા ધંધામાં પ્રગતિ થાય. ધંધાના વિકાસ માટે અગત્યના નિર્ણયો લેવાની વ્યવસ્થા સરળ બને. માતૃ તથા પિતૃ સુખામાં વધારો થાય.
મિથુનઃ
ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. લોહીની ઉણપથી થતા કે લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. જીવનસાથી સાથે આનંદ.
કર્કઃ
નાણાંની લેવડ-દેવડમાં સાવધાની રાખવી. ધારેલી આવક અટકતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. પડવા-વાગવાથી સાવચેતી જરૂરી. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન-મુલાકાત શક્ય બને. આવક જળવાય. આકસ્મિક ધનલાભના યોગ બને છે. ખોટા ખર્ચ ટાળવા.
કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી, કફ, તાવની સમસ્યા રહે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ જળવાય. ખોટી સોબતમાં ફસાવાય નહીં એનું ધ્યાન રાખવું. નોકરી-ધંધામાં પ્રગતિ.
તુલાઃ
લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. વિદ્યાર્થીવર્ગને સફળતા. નવું જાણવાનો યોગ બને છે. પરિવારમાં લાગણી શીલતાનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળે છે.
વૃશ્ચિકઃ
નાણાંકીય આવક વધતી જણાય. સ્થાવર જંગમ મિલકતના તથા વાહનના ખરીદી વેચાણ શક્ય બને અથવા એ ક્ષેત્રે આવક ઊભી કરી શકાય. વડીલોના આશીર્વાદ મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહે.
ધનઃ
વિચારોનું પ્રમાણ વધારે રહે. દાન કરવાની તથા પરોપકારની ભાવના પેદા થાય. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.
મકરઃ
આવકનું પાસુ મજબૂત થાય. બેંક બેલેન્સમાં વધારો શક્ય બને. નાના ભાઈ-બહેનો તરફથી સારા સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ ટાળવા તથા જીવનસાથીનું આરોગ્ય સાચવવું.
કુંભઃ
મોટા ખર્ચ ટાળવા. તત્ત્વજ્ઞાન, ગણિતમાં જીજ્ઞાસા વધે. મશીનરી રીપેરીંગ, શિક્ષક, ફાયનાન્સ તથા મીકેનીકલ એંજીનીયરીંગના ધંધાર્થીઓને વિશેષ સફળતા. ઘુંટ તથા કીડની સંબંધીત રોગોથી સાવધઆની રાખવી.
મીનઃ
આત્મબળમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. નોકરીમાં શાંતિ. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખની તથા માથાના દુઃખાવાની સમસ્યા રહે. ભાગ્યનો સાથ મળતો રહે.
આ પણ વાંચો :-