Think 100 times before letting cattle roam
- અમદાવાદમાં ઢોરની અડફેટે ચડેલા યુવાનનું મોત નીપજ્યું હતું આ પ્રકરણમાં ગુજરાતમાં પ્રથમ વખત AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
અમદાવાદમાં (Ahmedabad) રસ્તે રખડતાં ઢોરના (Stray cattle) કારણે તાજેતરમાં એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હતો. આ ધટનાને લઈ કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) જવાબદાર અધિકારી અને ઢોરના માલિક વિરુદ્ધ માનવ વધનો (Human death) ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરના કારણે થયેલા અકસ્માતમાં (Accident) જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ ગુન્હ :
તાજેતરમાં જ નવા નરોડામાં મુન લાઈટ સોસાયટીમાં રહેતા ભાવિન પટેલનું રખડતા ઢોરએ અડફેડે લેતા મોત નીપજ્યું હતું. ભાવિન પટેલના પરિવારમાં 29 સપ્ટેમ્બરના રોજ ખુશીનો માહોલ હતો કારણકે ભાવિન પટેલને ટોરેન્ટ પાવર કંપનીમાં બેસ્ટ કર્મચારી તરીકે એવોર્ડ પસંદગી થઈ હતી. ઘરની ખુશીઓ ગણત્તરીની ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગઈ કારણ કે ભાવિન પટેલ એવોર્ડ માટેના ડોક્યુમેન્ટના ઝેરોક્ષ કાઢવા ઘરની બહાર નીકળ્યા હતા.
સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .
જ્યાં મનોહરવીલા ચાર રસ્તા નજીક જ એક રખડતાં ઢોરએ બાઇક ચાલક ભાવિન પટેલને અડફેડે લીધા અને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થતા તેઓનું સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.જેમાં બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પત્ની નિરાધાર બની હતી. ત્યારે મૃતકના પરિવાજનો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં AMC ના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને પશુના માલિક વિરુદ્ધ આઈપીસી 304 મુજબનો ગુનો નોંધ્યો હતો.
મૃતકનો પરિવાર કરી રહ્યો છે ન્યાયની માંગ :
આ રખડતાં ઢોરના લીધે એક માતાએ લાડકવાયો ગુમાવ્યો તો પત્નીએ જીવન સાથીનો સાથ ખોયો, આ મહિલાઓના આસું સુકાઈ નથી રહ્યા કારણકે ભ્રષ્ટ અધિકારીઓ પોતાની લાલચમાં આ પરિવારનો ઘર સંસાર ઉજાડી દીધો છે. હાલ આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. હાઈકોર્ટએ પણ આ પરિવારને વેદના સાંભળીને તંત્ર અને પશુના માલિક વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપતા કૃષ્ણનગર પોલીસે માનવવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :-