BALI is the best destination for couples
- લાંબા સમયથી બાલી ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે ઓછા ખર્ચામાં ત્યાં આરામથી ફરી શકો છો.
બાલી ભારતીયો (Bali Indians) વચ્ચે સૌથી વધુ જોવાવાળી એક ઈન્ટરનેશનલ જગ્યાઓ માંથી એક છે. તેનું પહેલુ કારણ એ છે કે ત્યાં બજેટની અંદર ફરી શકાય છે. જો તમે પણ લાંબા સમયથી બાલી ફરવાની (Traveling to Bali) પ્લાનિંગ કરી રહ્યા છો તો ચિંતા ન કરો આજે અમે તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદ થી તમે ઓછા ખર્ચામાં ત્યાં આરામથી ફરી શકો છો. ટિપ્સ જણી લીધા પછી તમારી પત્ની સાથે જરૂરથી ત્યાં ફરવા જજો.
પહેલાથી જ બુકિંગ કરો :
જો તમે ઈચ્છો છો કે તમારું ટુર સસ્તામાં થઈ જાય તો પહેલા ફ્લાઇટથી જોડાયેલ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે યાત્રાના થોડા દિવસ પહેલા જ ફ્લાઇટ બુક કરી દો તો તમને ટિકિટ ઘયની સસ્તી પડી શકે છે. જેટલું પાછળથી બુકિંગ કરશો એટલી ટિકિટની કિંમત વધતી જાય છે.
બાલી જવા માટે વિઝાની જરૂર પડે છે ?
ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માટે દરેક લોકોને સૌથી પહેલા વિઝાની ચિંતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે 30 દિવસ માટે બાલી જવાવાળા ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી. બસ તમારે ઈમિગ્રેશન કાઉન્ટરથી વિઝા છૂટ સ્ટેમ્પ મેળવી શકો છો જેમાં તમારે એક રૂપિયાનો પણ ખર્ષ આવશે નહીં. જો તમે 30 દિવસથી વધુ સમય માટે જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે ઈન્ડોનેશિયામાં એન્ટ્રી કરતાંની સાથે જ વિઝા ઓન આરાઇવલ માટે આવેદન કરવું પડશે.
બાલીની કરન્સી :
ઇન્ડોનેશિયાની કરન્સી કે આઇડિઆર છે અને તમને જાણીને ખુશી થશે કે અહિયાંના એક રૂપિયા = IDR 188 થાય છે. આમ તમે બાલીમાં રહીને ખુદને અમિર પણ સમજી શકો છો.
કેટલા દિવસની ટ્રીપ કરવી જોઈએ ટ્રીપ ?
બાલીમાં રહીને ફરવાનો પૂરતો અનુભવ લેવો હોય તો તમારે એક અઠવાડિયાનો સમય લઈને જવું જોઈએ. જો તમારી પાસે આનાથી વધુ સમય છે અને બજેટ પણ છે તો બાલીથી તમે આસપાસ બીજી જગ્યા પર પણ ફરી શકો છો.
બાલીમાં હોટલ કેટલી મોંધી છે ?
બજેટ બગાડ્યા વિના શાનદાર હોટલ કે રિસોર્ટ કે હોમ સ્ટેમાં તમે રોકાઈ શકો છો. જો તમે પૂરતું રિસર્ચ કરીને જાઓ તો ત્યાં તમે 800-1000 રૂપિયાની વચ્ચે એક રેટ માટે હોટલમાં રહી શકો છો.
બાલીમાં ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા :
સમકાલીન અને આધુનિક યુગના ખૂબ સારા મિશ્રણવાળા બાલીમાં તમને ઘણી સુંદર અને આકર્ષિત જગ્યાઓ જોવા મળશે. જેવી કે જતીલૂવ \ રાઈસ ટેરેસ, માઉન્ટ બટુર, જીમ્બરન બે, તનાહ લોટ મંદિર, નુસા પેનિડા દ્વીપ અને ઉલૂવાતુ મંદિર.
આ પણ વાંચો :-