કોરોના ગયો પણ અસર રહી ગઈ : થોડુંક ચાલવાથી લાગે છે થાક, ઊંઘ ન આવવી-વાળ ખરવા, જાણો વિગતવાર

Share this story

Corona is gone but the effect remains Walking a little causes

  • દિલ્હીની એમ્સનાં એક સર્વેમાં ખુલાસો થયો છે કે કોવિડ-19થી ઠીક થયાના બે વર્ષ બાદ પણ લોકોને શ્વાસની તકલીફ તથા અત્યંત થાક લાગવા જેવી તકલીફો છે. જાણો વિગતવાર

કોવિડ-19નાં ઉપચાર માટે હોસ્પિટલમાં (Hospital) દાખલ થયેલ દર્દીને સાજા થયાના 24 મહિનાઓ બાદ પણ રાહત નથી. આ લોકો માત્ર 400 થી 500 મીટર ચાલવા એટલો થાક અનુભવે છે. જેટલો બે વર્ષ પહેલા બે થી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ અનુભવતા હતા. (Like two years ago, I used to feel after walking two to three kilometers)

એટલું જ નહીં ઘણા લોકો ઊંઘ ન આવવાથી, વાળ ખરવાથી, શ્વાસ ફૂલાવાથી, ઘૂંટણમાં દુખાવાથી પરેશાન છે. નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)એ પોસ્ટ કોવિડ-19 સ્થિતિને લઈને એક સર્વેનાં માધ્યમથી ચિકિત્સકીય અધ્યયન સમાપ્ત કર્યું છે. જે ડોવપ્રેસ મેડીકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આ સ્ટડીમાં ડોકટરોએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમિત દેશના અલગ અલગ હિસ્સાઓમાં દર્દીઓની પસંદગી કરીને તેમની સાથે દૈનિક દિનચર્યા વિષે વાતચીતમાં મેળવ્યું કે 2020 અને 2021 દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે. તેઓ કોરોનાથી ઠીક તો થઇ ગયા પણ હજુ પણ આઠ કલાકની નોકરી કરવી તેમના માટે મુશ્કેલ છે.

1800 કરતા વધારે લોકો પર કરવામાં આવ્યું અધ્યયન  :

એમ્સનાં પૂર્વ નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાનાં નિરીક્ષણમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ રાજ્યોથી 1800 દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી.  આ દર્દીઓનો ફોનના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની વર્તમાન દિનચર્યા વિષે સવાલો પૂછવામાં આવ્યા હતા.

આમાં 79.3 ટકા લોકોએ થાક, સાંધામાં દુઃખાવો (33.4%), સંધિવા (29.9%), વાળ ખરવા (28.0%), માથામાં દુખાવો (27.2%), શ્વાસની તકલીફ (25.3%) અને 25.30 ટકા લોકોએ આખી રાત ઊંઘ ન આવવાની તકલીફ વિષે જણાવ્યું હતું.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

એમ્સનાં ડોકટરોનું કહેવું છે કે જે લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ ગંભીર રીતે બીમાર પડ્યા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, તેમને આ દરમિયાન ઘણી બધી એન્ટિબાયોટિક્સ લેવી પડી હતી.

વધી ગઈ તકલીફ  :

સ્ટડી અનુસાર, પોસ્ટ કોવિડની વ્યાપકતા 12 અઠવાડિયામાં ઘટીને 12.8 ટકા નોંધવામાં આવી છે. મહિલા, વૃદ્ધાવસ્થા, ઓક્સીજનનો ખોરાક, ગંભીર બીમારી અને પહેલાથી અન્ય બીમારીઓનાં શિકાર હોવું પોસ્ટ કોવિડ તકલીફો સાથે જોડાયેલા કારણો છે.

કોરોના વેક્સીનને કારણે 39 ટકા લોકોને ફાયદો :

સ્ટડીમાં એમ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે કોરોના વેક્સીને ન માત્ર પર્યાપ્ત એન્ટિબોડીઝ વિકસાવીને લોકોને ચેપ સામે રક્ષણ આવ્યું છે.પરંતુ કોવિડની આશંકા હતી તેમાંથી 39 ટકા લોકોમાં રસીને કારણે લક્ષણો ભારે ન પડ્યા અને આ લોકો કોવિડ પછીની પરિસ્થિતિમાંથી બચી ગયા.

આ પણ વાંચો :-