અલ્પેશ ઠાકોરની ચૂંટણી લડવાની ઈચ્છા, રાધનપુરમાં કહ્યું- મારે અહીં પરણવું છે, તમારે મને પરણાવવાનો છે

Share this story

Alpesh Thakor wants to contest, says in

  • ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે નેતાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. હવે ભાજપ નેતા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

પાટણના રાધનપુરથી (Radhanpur of Patan) અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પોતાની રાજકીય જાન જોડવાની તૈયારી કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર પોતે પરણવા માગે છે અને પોતાની જાનમાં રાધનપુરની (Radhanpur) જનતાને લઈ જવા માગે છે. આ પ્રકારનું અલ્પેશ ઠાકોરનું નિવેદન હાલ ચર્ચામાં છે.. જુઓ શું છે અલ્પેશ ઠાકોરનું રાજકીય જાન જોડવાનું સપનું.

આ નિવેદન છે OBC નેતા અલ્પેશ ઠાકોરનું.. 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાટણના રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ફરી એકવાર પોતાની રાજકીય જાન જોડવા માગે છે. એટલા માટે તેઓ રાધનપુરની જનતાને અપીલ કરી રહ્યા છે. એટલે કે અલ્પેશ ઠાકોરની રાધનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા છે.

રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અધ્યક્ષતામાં દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યકમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો અને મહિલાઓ ઊપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડો.દેવજીભાઈ પટેલ, લેબાજી ઠાકોર અને ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. એટલું જ નહીં ઈશારામાં અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી વિશે પણ જાહેરાત કરી દીધી.

વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસે વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવી હતી.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા પરંતુ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથેની દોસ્તી ખૂબ લાંબો સમય ચાલી ન હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જો કે અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા. પરંતુ હવે ફરી એકવાર રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માટે અલ્પેશ ઠાકોર મથામણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-