After becoming Miss India, people are commenting આ વખતે બ્યુટી ક્વીન માન્યા સિંહે પણ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસના ઘરમાં એન્ટ્રી લીધી છે.
ટીવી ઇન્ડસ્ટ્રીનો (TV industry) સૌથી મોટો અને હિટ રિયાલિટી શોની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને શો માં સલમાન ખાને (Salman Khan) તેના કન્ટેસ્ટન્ટનું ભવ્ય અંદાજમાં સ્વાગત કર્યું હતું અને આ વખતે બ્યુટી ક્વીન માન્યા સિંહે (Manya Singh) પણ ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બિગ બોસના (Big Boss) ઘરમાં એન્ટ્રી લીધી છે.
માન્યા સિંહ તેના સપના સાચા કરવા આવી છે અને શો માં આવતા જ તેમણે કહ્યું હતું કે જો કોઈ પણ કામ ઈમાનદારી અને મહેનતથી કરવામાં આવે તો તે પૂરું થાય જ છે.
મિસ ઈન્ડિયા બન્યા પછી પણ માન્યા ને કેમ ન મળ્યું કામ ?
મિસ ઈન્ડિયા રનર અપ માન્યા સિંહે શો માં આવીને જણાવ્યું હતું કે તેને જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. માન્યાએ કહ્યું હતું કે ‘લોકો એમ વિચારે છે કે મિસ ઈન્ડિયા બન્યા પછી જીવન બદલાઈ જાય, ઘણા પૈસા મળે પણ સચ્ચાઈ એ છે કે મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી પણ મને કોઈ કામ મળ્યું નથી અને 2 વર્ષના લાંબા સમય પછી મને એક કોમર્શિયલ મળ્યું હતું.’
માન્યા રંગ પર લોકો કરતાં હતા કોમેન્ટ :
માન્યાએ આગળ કહ્યું હતું કે, ‘મિસ ઈન્ડિયા રનર અપ બન્યા પછી લોકો મારા શ્યામ રંગ પર ટિપ્પણી કરતા હતા અને હજુ પણ મારા પિતા ઓટો રિક્ષા ચલાવે છે અને હું મારા પિતાની ઓટોમાં મુસાફરી કરું છું જેથી પૈસા બચી શકે અને મારી માતા હજુ પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે.’
માન્યાની સ્ટોરી સાંભળીને પ્રભાવિત થયો સલમાન ખાન :
માન્યા સલમાનને પોતાની સ્ટ્રગલિંગ સ્ટોરી સંભળાવતી વખતે થોડી ઈમોશનલ થઈ ગઈ હતી. માન્યતાએ જણાવ્યું હતું કે એ આ શોમાં પૈસા કમાવા આવી છે. માન્યાની સ્ટ્રગલ સ્ટોરી સાંભળીને સલમાન પણ તેનાથી ઘણો પ્રભાવિત થયો હતો અને સલમાને કહ્યું હતું કે આ શો પછી તેને નામ અને પૈસા બધું જ મળશે.
આ પણ વાંચો :-