Sunday, Apr 20, 2025

હવેથી કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે, કોર્ટે કર્યો ઓર્ડર, જાણો શું છે સમગ્ર મામલો 

3 Min Read

Kinjal Dave can’t sing ‘Char Char Bangdi’ song

  • કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી” ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. જાણો શું હતો આ વિવાદ અને કોણે કરી હતી આ ગીત સામે અરજી…

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેની (Folk singer Kinjal Dave) મુશ્કેલી વધી ગઈ છે. કિંજલ દવેને સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે તે હવેથી ‘ચાર ચાર બંગડી’ (Four four bangles) ગીત નહિ ગાઈ શકે. કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે (Sessions Court) પ્રતિબંધ મૂક્યો છે.

ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે. સાથે જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી.

કિંજલ દવેનાં ગીત ‘ચાર બંગડી’ વાળા ગીત વિવાદની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડી વાળી ગાડી” ટાઈટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. ત્યારે કોર્ટના હુકમથી કિંજલ દવેને મોટો ફટકો પડી શકે છે. ચાર ચાર બંગડીવાળી ગીત કિંજલ દવેના ફેમસ ગીતોમાંથી એક છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ ગીતને કારણે કિંજલ દવેની પોપ્યુલારિટી વધી હતી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઈટનો દાવો કર્યો હતો. આ પહેલાની સુનાવણીમાં કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના સિંગરનો દાવો :

કાઠિયાવાડી કિંગના નામથી જાણીતા કાર્તિક પટેલનો દાવો છે કે આ ગીત તેમણે લખેલું છે. પણ કિંજલ દવેએ ગીતમાં બે ચાર ફેરફાર કરીને પોતાના નામે ગાયું છે. તેનો વીડિયો તેણે 2016માં અપલોડ કર્યો હતો. થોડા સમય બાદ આ ગીતમાં નહિવત ફેરફાર સાથે કિંજલ દવેએ રેકોર્ડ કર્યું અને ઓક્ટોબર 2016માં યુટ્યુબ પર કિંજલ દવેએ અપલોડ કર્યો.

આ પણ વાંચો :-

Share This Article