બાળકો ઈન્સ્ટાગ્રામ વાપરે તો ચિંતા નહીં ! App પર આવી ગયું ફીચર, માતા-પિતા થઈ જશે ખુશ

Share this story

Don’t worry if children use Instagram

  • સોશિયલ મીડિયામાં બાળકો કેટલો સમય વિતાવશે અને કેવા પ્રકારની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી શકશો. જેના માટે ઈન્સ્ટાગ્રામ પેરેન્ટલ સુપરવિજન ટુલ લઇને આવ્યું છે. જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકોનુ ધ્યાન રાખી શકશે.

હવે માતા-પિતા સોશિયલ મીડિયામાં (Social media) તેના બાળકોનુ ધ્યાન રાખી શકશે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની કંપની મેટાએ એક પેરેન્ટલ સુપરવિજન ટુલ (Parental Supervision Tool) અને ફેમિલી સેન્ટર પ્રોગ્રામ રજૂ કર્યો છે. જેના દ્વારા માતા-પિતા પોતાના બાળકોની સોશિયલ મીડિયામાં સુરક્ષા સુનિશ્ચિત કરી શકશે. આ સાથે બાળકો સાઈટ પર કેટલો સમય વિતાવશે તેને પણ માતા-પિતા મેનેજ કરી શકશે.

અમે ઉંમરના હિસાબે ફીચર્સ અને સુવિધાઓ રજૂ કર્યા છે :

આ અંગે જાણકારી આપતા કંપનીના એક અધિકારીએ બુધવારે જણાવ્યું કે મેટા માતા-પિતાની સાથે મળીને કામ કરી રહી છે અને ડિજીટ સેવાઓ અંગે શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે.

ઘોઘો બંદર તરફના સદીઓથી માછીમારી કરતા સ્થાનિકોએ કહ્યું હતું કે……

ફેસબુક ઈન્ડિયા, ઈન્સ્ટાગ્રામની પબ્લિક પૉલિસીની હેડ નતાશા જોગે જણાવ્યું કે હાલના થોડા વર્ષોમાં અમે ઉંમરના હિસાબે ફીચર્સ અને સુવિધાઓ રજૂ કર્યા છે. જેેનાથી યુવાનોને પોતાનો અનુભવ વધારવામાં મદદ મળી છે.

ટાઈમ સ્પેન્ડ ટ્રેક કરી શકશે માતા-પિતા  :

નતાશા જોગે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં બાળકો કોઈ ખોટી વસ્તુઓનો ઉપયોગ ન કરે તેથી ઈન્સ્ટાગ્રામ પર અમે પેરેન્ટલ સુપરવિજન ટૂલ રજૂ કર્યુ છે, જેના દ્વારા માતા-પિતા તેના બાળકો પર નજર રાખી શકશે. આ સાથે તેમનો ટાઈમ સ્પેન્ડ ટ્રેક કરી શકશે. એટલું જ નહીં તેમના એકાઉન્ટને એક્સેસ કરી શકશે. જો બાળકો ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફરિયાદ ઉઠાવે છે તો માતા-પિતાને પણ નોટિફિકેશન મળી જશે. (Parents will also get a notification if kids raise any complaint on Instagram)