યુસુફ પઠાણ અને મિચેલ જોન્સન ચાલુ મેચમાં બાખડ્યાં અને થઈ જોવાજેવી, જુઓ વીડિયો

Share this story

Yusuf Pathan and Mitchell Johnson

  • રોસ ટેલર (84) અને કેરેબિયન ધુરંધર એશ્લે નર્સ (અણનમ 60)ની તોફાની ઈનિંગના કારણે ઈન્ડિયા કેપિટલ્સે લીજેન્ડ્સ લીગ ક્રિકેટની ક્વોલિફાયરની રોમાંચક મેચમાં ભીલવાડા કિંગ્સને ચાર વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ભીલવાડા કિંગ્સે (Bhilwara Kings) પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેણે ઈન્ડિયા કેપિટલ્સે (India Capitals) ત્રણ બોલ બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ગૌતમ ગંભીરની (Gautam Gambhir) કેપ્ટનશિપ હેઠળની ઈન્ડિયાએ 19.3 ઓવરમાં 6 વિકેટ પર આ વિશાળ સ્કોરને ચેઝ કરીને 232 રન બનાવ્યા અને જીત મેળવી.

એશ્લે નર્સે શ્રીસંતના બોલ પર સિક્સ ફટકારીને ઈન્ડિયા કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. ફાઇનલમાં હવે ઇન્ડિયા કેપિટલ્સનો સામનો ગુજરાત જાયન્ટ્સ અને ભીલવાડા કિંગ્સ વચ્ચેની મેચની વિજેતા ટીમ સાથે થશે. બંને ટીમો વચ્ચે સોમવારે મેચ રમાશે. આ સાથે જ ભીલવાડા કિંગ્સે પણ પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી.

પોર્ટરફિલ્ડે 37 બોલમાં 59 રન, શેન વોટસને 39 બોલમાં 65 રન, યુસુફ પઠાણે 24 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. રાજેશ બિશ્નોઈએ 11 બોલમાં અણનમ 36 રન બનાવ્યા હતા.

મિચેલ જોન્સને યુસુફ પઠાણને ધક્કો માર્યો :

આ મેચ દરમિયાન ભીલવાડા કિંગ્સના યુસુફ પઠાણ અને ઈન્ડિયા કેપિટલ્સના ફાસ્ટ બોલર મિચેલ જોન્સન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા અને એકબીજાને સારું-ખરાબ કહેવા લાગ્યા અને સ્થિતિ મારામારી સુધી પહોંચી ગઈ. જોન્સને પઠાણને ધક્કો પણ માર્યો હતો. (Johnson also pushed Pathan.)

મામલો આગળ વધે તે પહેલા જ અમ્પાયરોએ જોન્સનને અલગ કરી દીધો હતો. આ ઝઘડા પછી યુસુફની વિકેટ જોનસને લીધી હતી. જ્યારે મિચેલ જોન્સન પર એક મેચનો પ્રતિબંધ મુકાયો હતો. ઇન્ડિયા કેપિટલ્સ તરફથી જોન્સને 4 ઓવરમાં 51 રન આપીને 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-