Caution! Electric scooter charging at home
- ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં ધમાકો થતાં કહેતાં બેટરી ફાટતાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના વસઈ વિસ્તારની છે.
વિસ્ફોટને (Explosion) કારણે બાળકનું શરીર 70 ટકા બળી ગયું હતું. સ્કૂટરમાં બ્લાસ્ટની (Blast in a scooter) આ ઘટના 23 સપ્ટેમ્બરની રાત્રે બની હતી. રામદાસ નગર સ્થિત પોતાના ઘરમાં સબ્બીર અંસારી (Sabbir Ansari) તેની દાદી સાથે હોલમાં સૂઈ રહ્યો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે અંસારીના પિતાએ સૂવા જતા પહેલા ઈલેક્ટ્રિક સ્કૂટરને (Electric scooter) ચાર્જિંગ માટે મૂક્યું હતું. વહેલી સવારે 4:30 થી 5:00 વાગ્યાની વચ્ચે અચાનક ધડાકાનો અવાજ સંભળાયો જેનાથી બાળકના માતા-પિતા જાગી ગયા.
દાદીને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ :
ચાર્જિંગમાં રહેલા સ્કૂટરમાં થયેલા બ્લાસ્ટને કારણે સબ્બીર લગભઘ 70 ટકા જેટલો દાઝી ગયો હતો. તેને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘણા દિવસોની સારવાર બાદ આખરે બાળકનું મોત થયું હતું. સાથે જ આ અકસ્માતમાં તેની દાદીને પણ સામાન્ય ઈજા થઈ છે. સ્કૂટરની બેટરી ક્યારે ચાર્જિંગ માટે રાખવામાં આવી હતી તેને લઈને સ્થિતિ સ્પષ્ટ કરાયેલી નથી. પીડિતાના પરિવારજનોનો દાવો છે કે તે સવારે 2:30 વાગ્યે ચાર્જિંગ માટે લગાવવામાં આવી હતી.
પરિવારના સભ્યોનો સ્કૂટર ઉત્પાદક પર આરોપ :
પીડિતાના પરિવારના સભ્યો સ્કૂટર ઉત્પાદક પર આરોપ લગાવી રહ્યા છે. માણિકપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંપત પાટીલે કહ્યું,અમે અકસ્માત હેઠળ મૃત્યુનો કેસ નોંધ્યો છે. હજુ સુધી અમને પીડિતાના પરિવારજનો તરફથી કોઈ ફરિયાદ મળી નથી.
Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian
આ સ્કૂટર 2021નું મોડલ છે. આ મામલે તપાસ ચાલુ છે. પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ઓવરહિટિંગ કહેતા વધુ પડતી ગરમીના કારણે બની હશે. અંસારીના પરિવારના સભ્યો સ્કૂટર ઉત્પાદક પર આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો :-