Big announcement of Tata Motors
- ટાટા મોટર્સ દેશની સૌથી વધુ ઈલેક્ટ્રીક કાર વેચનારી કંપની છે. કંપની સતત પોતાના ઈલેક્ટ્રીક પોર્ટફોલિયોને અપડેટ કરી રહી છે અને તેમાં નવા મોડલ્સ જોડી રહી છે.
ટાટા મોટર્સે (Tata Motors) કહ્યું છે કે કંપની પોતાની ઈલેક્ટ્રીક એસયુવી (Electric SUV) વાહનોમાં 4 વ્હીલ ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહી છે. કંપની હાલમાં પોતાના કોઈ પણ ઈલેક્ટ્રીક મૉડલમાં (Electric model) આ ફીચરને ઑફર કરી રહી નથી. કંપનીએ વર્ષ 2025 સુધી 10 ઈલેક્ટ્રીક વેહીકલ્સનો પોર્ટફોલિયો (portfolio) બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. જેમાં હાલના મૉડલ અને નવા મૉડલનો સમાવેશ થશે.
Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian
ટાટા મોટર્સ નેકસૉન પરથી સેગ્મેન્ટવાળા વાહનોમાં 4*4 અથવા ચાર પૈડાવાળી ડ્રાઈવ ટેકનિક આપવા પર વિચાર કરી રહ્યાં છે. ટાટા મોટર્સના મેનેજિંગ ડાયરેક્ટર શૈલેષ ચંદ્રએ કહ્યું કે શું કંપની પોતાની એસયુવી સિરીઝમાં ફોર વ્હીલ ડ્રાઈવના વર્જન પર પણ વિચાર કરી રહી છે. તેમણે કહ્યું અમે ઈલેક્ટ્રીક વાહનોમાં આ કરવા વિશે ધ્યાન આપીશુ. અમે અમારી ભાવિ એસયુવીના ઈલેક્ટ્રીક વર્જનમાં તેના પર કામ કરવા જઇ રહ્યાં છે.
શું કરે છે 4 વ્હીલ ડ્રાઈવ ફીચર :
ખરેખર કોઈ પણ કારમાં મળતા 4 વ્હીલ ડ્રાઈવ ફીચર કારના ચાર પૈડાને પાવર આપવાનુ કામ કરે છે. જેની મદદથી તમે મુશ્કેલીભર્યા રસ્તા જેમકે ખાડા, કીચડ અથવા બરફમાંથી પણ પોતાની કારને નિકાળી શકો છો. ઉલ્લેખનીય છે કે મહિન્દ્રા પોતાની ચાર કાર- થાર, એક્સયુવી 700, સ્કોર્પિયો-એન અને અલ્ટુરાસ જી4માં આ ફીચરને આપે છે.
આ પણ વાંચો :-