Patchwork of the same road 7 times :
- વડોદરામાં પેચવર્કના કામનું ખાતમુહૂર્ત કરવા પહોચેલા MLA જીતુ સુખડિયાનો લોકોએ ઘેરાવ કરતા મામલો ગરમાયો હતો.
વડોદરામાં (Vadodara) તંત્રના ઢંગધડા વગરના આયોજનને લઈને લોકોમાં આક્રોશનો જવાળા ભભૂક્યો હતો. શહેરના ગોરવા-પંચવટી રોડ (Gorwa-Panchavati Road) પર વડોદરા મનપા (Vadodara Municipal Corporation) દ્વારા 6 વખત પેચવર્કનું કામ કરવામાં આવ્યું હતું. એટલું ઓછું હોય તેમ સાતમી વખત રોડ પેચવર્કના કામનું આયોજન કરી ખાતમુહૂર્ત કરવા પહોચેલા ધારાસભ્ય સયાજીગંજના જીતુ સુખડિયાનો (Jeetu Sukhdia) લોકોએ ઘેરાવ કર્યો હતો. જેમાં શ્રેષ્ઠ MLA નો એવોર્ડ મેળવનાર જીતુ સુખડિયા પર જનતા ભડકી હતી.
રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે ઘેરાવ :
વિધાનસભાની ચૂંટણી આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા ન છુટકે વિકાસ કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. અગાઉ અરજદારો સુવિધાની માંગને લઈને રજૂઆત અર્થે જાય તો થઈ જશે ! જેવા જૂના જવાબોની કેસેટ વગાડી લોકોને અધિકારીઓ રવાના કરી દેતા હતા. પરંતુ હવે ચૂંટણી માથે હોવાથી વડોદરામાં રોડ-રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાઓનાં કામો આડેધડ શરુ કરવામાં આવ્યા છે.
Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian
તેવામાં વડોદરાના ગોરવા-પંચવટી રોડ ઉપર રોડનું સાતમી વખત પેચવર્ક કામ હાથ ધરાયુ છે. જો કે એક જ રોડ પર સાતમી વખત પેચવર્ક થઈ રહ્યું હોવાનું ધ્યાને આવતા લોકો આકારા પાણીએ થયા હતા. અને કાર્યક્રમમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારના જીતુ સુખડિયા હાજરી આપવા માટે પહોંચ્યા ત્યારે સવાલો કર્યા હતા.
ધારાસભ્ય કામ ન કરતા હોવાનો આરોપ :
લોકોએ પાણી, ડ્રેનેજ લાઇન સહીતની બાબતે રજૂઆતોનો મારો ચલાવતા શ્રેષ્ઠ ધારાસભ્યના એવોર્ડ વિજેતા ધારાસભ્ય જીતુ સુખડિયા ભીંસમાં મુકાયા હતા. મેયરનાં મતવિસ્તારમાં હોબાળો કરતા તેમણે લોકોની રજૂઆત સાંભળી તાબડતોબ કામના ખાતમુહૂર્તની કામગીરી આટોપી લીધી હતી. ઉગ્ર વાતાવરણ વચ્ચે સમગ્ર ઘટનાનોનો લોકો વીડિયો ઉતારતા ભાજપાના કાર્યકર દ્વારા વીડિયો ઉતારતા લોકોને રોકવાનો પણ પ્રયાસ કરાયો હતો.
આ પણ વાંચો :-