BJP નેતાના રિસોર્ટમાં ગરબાના નામે પૂલ પાર્ટી ! યુવક યુવતીઓને મસ્તી કરતા જોઈ હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ  

Share this story

Pool party in the name of Garba at BJP leader’s

  • શ્યોપુરમાં ભાજપ નેતાનાં રિસોર્ટમાં ગરબાનાં નામે ધતિંગનો કિસ્સો સામે આવ્યો છે. પુલ પાર્ટી કરતા યુવક યુવતીઓનો હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશ (Madhyapradesh)માં ગરબા (Garba)ના નામે ધતિંગનો મામલો સામે આવ્યો છે. અહીં એક રિસોર્ટમાં ગરબા ફેસ્ટિવલને બદલે પૂલ પાર્ટી (Pool Party) નું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેમાં વિધર્મી યુવક-યુવતીઓ પણ જોડાયા હતા. જ્યાં આ બધું ચાલી રહ્યું હતું તે રિસોર્ટ ભાજપના એક નેતાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. હિંદુ સંગઠનોના વિરોધ કર્યા બાદ પોલીસ દ્વારા રિસોર્ટને સીલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બીજેપી નેતા (BJP Leader) પર પણ કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષનો રિસોર્ટ :

આ મામલો શ્યોપુર (Sheopur) શહેરના શિવપુરી રોડ પર સ્થિત RRR (રાજારામ રિસોર્ટ) રિસોર્ટનો છે. આ રિસોર્ટ ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ જુગલ કિશોરનો હોવાનું કહેવાઈ રહ્યું છે. પૂલ પાર્ટી અંગે માહિતી મળતાં જ હિંદુ સંગઠન સાથે જોડાયેલા લોકો રિસોર્ટમાં પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. હિન્દૂ સંગઠનોની ફરિયાદ બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રિસોર્ટને સીલ કરી દીધો હતો. આ સાથે રિસોર્ટના મલિક ભાજપ નેતા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

ગરબાના નામે પૂલ પાર્ટી :

જણાવી દઈએ કે હિંદુવાદી સંગઠન માતૃશક્તિ સંયોગિકાના પ્રાંતીય સંયોજક અનીતા સિંહ સિકરવારે આરોપ લગાવ્યો છે કે આ રિસોર્ટમાં નવરાત્રી (Navratri) દરમિયાન ગરબા ફેસ્ટિવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જેમાં બિન-હિંદુ યુવકોને એન્ટ્રી આપવામાં આવી હતી.

જો કે ગરબાના નામે પૂલ પાર્ટીનું આયોજન કરવું સંસ્કૃતિ વિરુદ્ધ છે. તેમાં યુવક-યુવતીઓ વિશ્વ હિન્દુ પરિષદ કરતા હતા. જેમાં યુવતીઓ વચ્ચે વિધર્મી યુવકોને પણ પૈસાની લાલચમાં એન્ટ્રી અપાઈ હતી. ત્યારે વિધર્મી યુવકને પણ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. એવું માતૃશક્તિ સંયોગિકાનું કહેવું છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ :

આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ એસપી ઓફિસ પહોંચ્યા અને એસપી આલોક કુમાર સિંહને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. જેમાં રિસોર્ટ સંચાલક અને બિન હિન્દુ યુવકો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-