વર્ષોથી આ ગામમાં વિદેશીઓના જવા પર કેમ છે પ્રતિબંધ ? અહીં જતા પહેલાં જાણી લો આ વાત

Share this story

Why has foreigners been banned in this village for

  • જો તમે બર્ફિલી પહાડીઓ પર જવાનું પસંદ કરતા હોવ, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દેશની રાજધાની દિલ્લી આ ગામથી માત્ર 330 કિમીના અંતરે આવેલી છે. દહેરાદૂન પાસે આવેલુ ચકરાતા ગામ એક નાના શહેર જેવુ છે.

ભારતમાં (India) ઘણી સુંદર જગ્યાઓ છે. જ્યાં લોકો દેશ-વિદેશથી દર વર્ષે ફરવા આવે છે. આ સુંદર જગ્યાઓમાં દેવભૂમિ ઉત્તરાખંડનું (Devbhoomi Uttarakhand) નામ સૌથી ઉપર છે. ઉત્તરાખંડમાં એવી ઘણી જગ્યા છે. જ્યાનું પ્રાકૃતિક વાતાવરણ મન મોહી લે છે. પરંતુ ઉત્તરાખંડમાં (Uttarakhand) એક ગામ એવુ છે. જ્યાં વિદેશીઓના (Foreigners) જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વિદેશી અહીં જવાની હિંમત પણ કરે તો તેના પર સુરક્ષાબળો કડક કાર્યવાહી કરે છે.

આ ગામમાં પ્રવેશ પર છે પ્રતિબંધ :

ઉત્તરાખંડના ચકરાતા ગામમાં વિદેશીઓના પ્રવેશ પર છે પ્રતિબંધ. અહીં વિદેશીઓ નથી પ્રવેશી શકતા. હકીકતમાં આ ગામમાં ભારતીય સેનાની છાવણી છે. જેના કારણે અહીં સેનાના જવાનો તૈનાત રહેલા હોય છે. બ્રિટિશ શાસન સમયથી જ આ ગામમાં સૈન્યની છાવણી છે.

જાણો ક્યારથી છે પ્રતિબંધ :

જો તમે બર્ફિલી પહાડીઓ પર જવાનું પસંદ કરતા હોવ તો આ જગ્યા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દેશની રાજધાની દિલ્લી આ ગામથી માત્ર 330 કિમીના અંતરે આવેલી છે. દહેરાદૂન પાસે આવેલુ ચકરાતા ગામ એક નાના શહેર જેવુ છે.

બ્રિટિશ શાસન સમયથી છે ઈન્ફેન્ટ્રી બેઝ :

ઉત્તરાખંડના ચકરાતામાં બ્રિટિશ શાસન સમયથી જ ઈન્ફેન્ટ્રી બેઝ આવેલો છે. ઉત્તરાખંડના સૌથી ઓછા એક્સપ્લોર શહેરમાં ચકરાતા ગામ આવેલુ છે. ચકરાતા ગામ શાંત અને પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. સાથે જ આ ગામ પ્રદૂષણ મુક્ત પણ છે.

ફરવા લાયક કઈ કઈ જગ્યા છે :

ઓછી વસ્તી ધરાવતા ચકરાતા ગામમાં તમને ઉતારો લેવા માટે 2થી 4 હોટલ મળી રહે છે. આ ગામને લોકો જૌંસાર બાવરનાં નામથી પણ ઓળખે છે. અહીં જૌનસારી જાતિના લોકો રહે છે. અહીંથી ટાઈગર ફોલ, દેવવન અને ચિરમિરી નજીકના અંતરે આવેલા છે. જ્યાં ફરવાની મજા માણી શકાય છે.

આ પણ વાંચો :-