HomeInternationalકોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

Date:

Related stories

Video : તિરંગા માર્ચ ન કાઢવા માટે નોટિસ બાદ દીપકેની દિલ્હી પોલીસ સાથે ઉગ્ર દલીલ

દિલ્હીના કનોટ પ્લેસમાં આજે સાંજે કોકરોચ જનતા પાર્ટી (CJP)...
spot_img

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક ભયાનક આગની ઘટનાએ અનેક પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે. શાળામાં આગ ફાટી નીકળ્યા બાદ બચવા માટે દોડેલા વિદ્યાર્થીઓમાં અફરાતફરી અને નાસભાગ મચી હતી, જેમાં પ્રાથમિક અહેવાલો મુજબ ઓછામાં ઓછા 29 બાળકોનાં મોત થયા છે. આ ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ ગૂંગળામણ અને ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આગ 10 સપ્ટેમ્બર 2026ની સવારે બુકાવુના ચિમ્પુંડા વિસ્તારમાં લાગી હતી. સ્થાનિક અહેવાલો મુજબ આગ ઉજામા પ્રાથમિક શાળા અને ફુરાહા શાળા સુધી ફેલાઈ હતી. નજીકના લાકડાના ઘરોમાં પણ આગ પ્રસરી જતાં મોટા પ્રમાણમાં સંપત્તિનો નાશ થયો હતો. આશરે 300 લાકડાના મકાનો આગની ચપેટમાં આવ્યા હતા.

આગ અને ધુમાડાથી બચવા માટે વિદ્યાર્થીઓએ બહાર નીકળવાનો પ્રયાસ કરતાં ભારે નાસભાગ થઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓ એકબીજા પર પડી ગયા હતા, જ્યારે અનેક લોકો ધુમાડાના કારણે બેભાન થયા હતા. સ્થાનિક આરોગ્યકર્મીઓના જણાવ્યા અનુસાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

હોસ્પિટલોના સૂત્રોને ટાંકીને મૃત્યુઆંક 29 સુધી પહોંચ્યો છે અને આ આંકડો હજુ પ્રાથમિક છે. એટલે તપાસ અને હોસ્પિટલોમાંથી મળતા નવા આંકડાઓ સાથે મૃત્યુઆંક બદલાઈ શકે છે.

આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. સ્થાનિક સત્તાવાળાઓ અને રાહત ટીમો દ્વારા તપાસ તથા બચાવ કામગીરી ચાલી રહી છે. બુકાવુ હાલમાં AFC/M23ના નિયંત્રણ હેઠળ છે.

Subscribe

Latest stories