HomeGujaratબાપુ ઈઝ બેક ? શંકરસિંહ વાઘેલાને લઈને સૌથી મોટા સમાચાર, મોઢવાડીયાએ આપ્યા...

બાપુ ઈઝ બેક ? શંકરસિંહ વાઘેલાને લઈને સૌથી મોટા સમાચાર, મોઢવાડીયાએ આપ્યા સંકેત

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Bapu is back? Biggest news about

  • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સંકેત આપતા શંકરસિંહ વાઘેલાની ગુજરાતના રાજકારણમાં સક્રિય થવાની અટકળોનો હવે અંત આવશે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

ગુજરાતના રાજકારણને (Politics of Gujarat) લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાની (Shankar Singh Vaghela) રાજકારણમાં એન્ટ્રી કરવા મામલે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે હવે નજીકના સમયમાં શંકરસિંહ બાપુના (Shankar Singh Bapu) રાજકારણમાં પ્રવેશ કરવા અંગેની અટકળોનો અંત આવશે તેવું દેખાઇ રહ્યું છે. કારણ કે ખુદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ (Arjun Modhwadia) શંકરસિંહ વાઘેલાને લઈને મોટા સંકેત આપ્યા છે.

તમારી આતુરતાનો જલ્દી અંત આવશે : અર્જુન મોઢવાડીયા

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ બાપુના રાજકારણમાં જોડાવવા અંગે સંકેત આપતા કહ્યું કે, ‘તમારી આતુરતાનો જલ્દી અંત આવશે. હાઇકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે. પ્રદેશના નેતાઓની પણ એવી લાગણી છે કે બાપુ કોંગ્રેસમાં જોડાય.’

અગાઉ ખુદ બાપુએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા :

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી રાજકારણમાં એક્ટિવ થયા છે. અગાઉ પણ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જવાના એંઘાણ આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ આ મુદ્દો શાંત પડી ગયો હતો. આ દરમિયાન એકવાર ફરી શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં ભળી જવાની અટકળો તેજ થઇ છે.

અગાઉ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘હાલ મારી કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલી રહી છે. એટલે કે જે-તે સમયે અગાઉ પણ શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેતો આપ્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img