સુરતમાં વેસુના ગરબા આયોજનમાં હોબાળો ! મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ઉહાપોહ મચી ગયો, જુઓ VIDEO

Share this story

Uproar in planning Vesu Garba in Surat

  • હોબાળાને પગલે પોલીસ (Surat Police) કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો,જો કે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

નવરાત્રીનો (Navratri) પર્વ સમાપન પર છે. ત્યારે સુરતમાં વેસુ (Vesu) ખાતે આવેલ ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે આઠમની રાત્રીએ ભારે હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ નવરાત્રીના તહેવારમાં વિધર્મીઓને જો પ્રવેશ આપવામાં આવશે. તો તેનો ઉગ્ર વિરોધ (protest) કરવામાં આવશે તેવી ચીમકી પહેલાથી જ હિન્દૂ સંગઠનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી. જો કે સુરતમાં (Surat) પણ ગઈકાલે આ જ મામલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

 

વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે વિવાદ સર્જાયો :

વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) અગ્રણીએ આ મામલે જણાવ્યું હતુ કે, અમને એવો મેસેજ મળ્યો હતો કે વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં જે બાઉન્સરો મુકવામાં આવ્યા છે, એ તમામ વિદ્યર્મીઓ જ છે. આવા એક બે નહિ પણ 50 બાઉન્સરો વિધર્મી હતા.

જેની સામે અમારો વિરોધ હતો. અમે આયોજકોને આ બાઉન્સરોને દૂર કરવા રજુઆત કરવા માટે ગયા હતા. જો કે આયોજકો કોઈ બાબતે અમારી સાથે સંમત થયા હતા. આ મામલો ઉગ્ર બનતા કેટલાક આગેવાનો દ્વારા બાઉન્સરોને (Bouncer) માર પણ મારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Chris Gayle ગરબે ઘૂમ્યા, વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ | Gujarat Guardian

આ હોબાળામાં થોડા સમય માટે ગરબા અટકાવવાની પણ ફરજ પડી હતી. મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે પોલીસને ફોન કરવામાં આવતા ગરબા સ્થળ પર પહોંચીને તેમણે પરિસ્થિતિને કાબુમાં કરી હતી. તમને જણાવી દઈએ કે આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

આ પણ વાંચો :-