Diwali will improve! It has been decided to
- દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે તમામ સરકારી કર્મચારીઓનો પગાર 20 ઓક્ટોબરે થઈ જશે.
નવલી નવરાત્રી (Navli Navratri) વિદાય લઈ રહી છે. 20 દિવસ બાદ દિવાળી (Diwali) આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના (Gujarat Govt) તમામ કર્મચારીઓ (employees) દિવાળીની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર માસનો પગાર 20 ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે.
20 ઓક્ટોબરે તમામ કર્મચારીઓનો થશે પગાર :
રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના તમામ વર્ગના કર્મચારીઓનો 1થી 5 તારીખની વચ્ચે પગાર કરવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે 24 ઓક્ટોબરના રોજ દિવાળી હોવાથી કર્મચારીઓ સારી રીતે દિવાળીની ઉજવણી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 20 ઓક્ટોબરના દિવસે જ પગારની ચૂકવણી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા દિવાળીના થોડા દિવસ અગાઉ પગાર કરી દેવામાં આવશે.
આ પણ વાંચો :-