Even these small mistakes of yours can be huge
- એક સમય હતો જ્યારે વાળ ખરવાની અને પાતળા થઈ જવાની સમસ્યા એક ઉંમર પછી જ થતી હતી. પરંતુ આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.
દરેક ઋતુમાં વાળ ખરવા (Hair loss) એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ટાલ પડવી હોય કે વાળનું વધુ પડતા પાતળા થઈ જવા આ બધી સમસ્યાઓના કારણો અલગ અલગ હોઈ શકે છે. કેટલીકવાર કોઈ સ્વાસ્થ્ય (Health) સમસ્યાને કારણે આડઅસરને કારણે વાળ વધુ ખરતા હોય છે. પરંતુ જ્યારે તેમની અવગણના કરવામાં આવે ત્યારે આ સમસ્યા ટાલ પડવા તરફ દોરી શકે છે. તેથી આ સમસ્યાનો સમયસર ઉકેલ લાવવો જરૂરી છે.
તેલ માલિશ કરવાથી મળશે રાહત :
જો તમે ઇચ્છો છો કે તમારા વાળ કાયમ જાડા, ચમકદાર અને લાંબા રહે, તો આ માટે તમારા માથાની મસાજ ચોક્કસ કરો. નારિયેળ તેલ, આંબળાનું તેલ, ભૃંગરાજ તેલ, ઓલિવ ઓઈલ અને સરસવના તેલથી માથાની મસાજ માટે શ્રેષ્ઠ કહેવાય છે. તેમની સાથે માલિશ કરવાથી બ્લડ સક્યુલેશન સુધરે છે.
આ સાથે આ કુદરતી ઓઈલ આપણા વાળના મૂળને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. વાળને યોગ્ય પોષણ આપવા માટે વાળ ધોવાના એક દિવસ પહેલા રાત્રે તેલની મદદથી તમારા વાળની માલિશ કરો. બીજા દિવસે તમારા વાળને શેમ્પૂ કરો. આમ કરવાથી પોષણની સાથે તમારા વાળ ડ્રાય અને નબળા થવાથી પણ બચી જશે.
સારી ડાયેટ પણ છે જરૂરી :
પોષણના અભાવે પણ આપણા વાળ તૂટવા લાગે છે. તેથી તમારી ડાયેટમાં બિલકુલ પણ બેદરકારી ન રાખો. નહિંતો ઉંમર પહેલા તમારા વાળ જઈ શકે છે. તમારા વાળને સ્વસ્થ રાખવા માટે ફણગાવેલું અનાજ, લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરી શકો છો.
આ પણ વાંચો :-