Harshad Ribadia’s first statement after resignation
- ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું કારણ જણાવ્યું છે.
87-વીસાવદર (Visavadar) મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ (Congress MLA Harshad Ribadia) ગઈ કાલે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના (Dr.Nimaben Acharya) નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્ય પદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે : હર્ષદ રિબડિયા
હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે મે ગદ્દારી નથી કરી, કોંગ્રેસ દિશાહિન પક્ષ બની ગયો છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસથી પણ રાજીનામુ આપું છું. મત વિસ્તારના લોકોને પૂછીને આગળ નિર્ણય જાહેર કરીશ. કોંગ્રેસમાં એકલા હાથે લડવું પડે, ક્યાંય કોઇ મદદ ન મળે અમને, વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં છે, પદયાત્રા દક્ષિણ ભારતમાં યોજે છે.
સુરતમાં આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડા સાથે શ્રદ્ધાળુઓએ મહા આરતી કરી હતી .
પદયાત્રાની જરૂર ગુજરાતમાં છે. પ્રભારી રાજસ્થાનથી મુકાયા હતા ત્યાં સ્થિતી બગડી. પ્રભારીઓ ગુજરાતથી રાજસ્થાન ચાલ્યા ગયા છે. કોંગ્રેસ સાવ દિશાહીન થઇ ગઇ છે. હું હજુ કોઇ પક્ષ સાથે નથી જોડાયો, મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. મારા વિસ્તારના આગેવાન, મતદારને પુછવાનું છે. છેવાડાની વ્યક્તિનો અવાજ બને તે પક્ષ સાથે હું જોડાઇશ. પક્ષ છોડવું તે ગદ્દારી નથી. મારા વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કર્યો છે. આ મારા અંતરઆત્માનો અવાજ છે.
ભાજપમાં જોડવવાનું પાક્કું, આધિકારીક જાહેરાત બાકી ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.
જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની ખરી પડી છે. તે હવે ભાજપમાં જોડાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
ગરબામાં ખેલ પડ્યો.!
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.
આ પણ વાંચો :-