નેપાળી ચોકીદારે 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલો લૂંટ્યો, રાજકોટના પોશ એરિયામાં લૂંટથી ચકચાર

Share this story

Nepali watchman takes 14-year-old boy

  • નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને બંગલામાં લૂંટ મચાવી

રંગીલા રાજકોટના પોશ વિસ્તારમાં (A posh area of Rajkot) દિલ ધડકાવી દે તેવી લૂંટની ઘટના બની છે. રોયલ પાર્ક 7 માં આવેલ માતોશ્રી બંગલામાં પરિવારના 14 વર્ષના કિશોરને બંધક બનાવી બંગલામાં (Bungalow) જ કામ કરતા શખ્સે લૂંટને અંજામ આપી હતી.

14 વર્ષનો બાળક ઘરે એકલો હતો ત્યારે બંગલામાં કામ કરતો નેપાળી શખ્સે અન્ય નેપાળી મિત્રોને (Nepali friends) બોલાવી લૂંટ કરી હતી. લૂંટારુંઓ 10 લાખ રોકડ અને અંદાજીત 25 લાખના દાગીના લૂંટીને ભાગી ગયા. વહેલી સવારે 6:30 થી 7 વાગ્યે નેપાળી ચોકીદાર અનિલે મિત્રો સાથે મળીને ઘટનાને અંજામ આપી હતી.

14 વર્ષના કિશોરને બાંધી લૂંટ ચલાવી  :

બન્યું એમ હતું કે રાજકોટના રોયલ પાર્ક શેરી નંબર 7 માં માતોશ્રી બંગલો આવેલો છે. બંગલામાં પ્રભાતભાઈ દૂધાતનો પરિવાર રહે છે. પ્રભાતભાઈ દૂધાત પરિવાર સાથે કામ સંદર્ભે અમદાવાદ ગયા હતા. તેમનો 14 વર્ષનો પુત્ર જશ દૂધાત ઘરમાં એકલો હતો. ત્યારે બંગલામાં કામ કરતા નેપાળી ચોકીદાર અનિલે ઘરમાં લૂંટ ચલાવી હતી. નેપાળી શખ્સે જશ પ્રભાતભાઈ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેના બાદ તેણે અન્ય બે શખ્સોને બોલાવીને લૂંટને અંજામ આપ્યો હતો.

હાઈફાઈ લૂંટથી પોલીસ દોડતી થઈ :

લૂંટની પગલે રાજકોટના ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 2 સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આરોપી ચોકીદારે સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ આરંભી છે. ગાંધીગ્રામ પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.

રાજકોટ પોલીસે આરોપીના ફોટા જાહેર કર્યાં :

તો બીજી તરફ પોશ વિસ્તારમાં થયેલી ઘટનાથી રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. ઘરઘાટી નેપાળી શખ્સ અનિલ સહિતના શંકાસ્પદ શખ્સોને ફોટા જાહેર કર્યાં છે. ફોટામાં દેખાતા આ શખ્સો ક્યાંય જોવા મળે તો રાજકોટ ગાંધીગ્રામ પોલીસ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો :-