વિરાટની ઘડિયાળ પર સૌની નજર અટકી, આટલી કિંમતમાં તમે ફ્લેટ ખરીદી શકશો !

Share this story

Everyone’s eyes are fixed on Virat’s watch

  • દુનિયાના ધુરંધર બેટ્સમેનમાં સામેલ વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર પ્લેયર્સ સાથે એક તસવીર લીધી હતી. જેમાં માત્ર વિરાટની ઘડિયાળની જ ચર્ચા થઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા (Australia) જવા રવાના થઈ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને અન્ય પ્લેયર્સ નજર આવી રહ્યાં છે.

ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પાસેથી અનેક આશાઓ છે. ગત મેચમાં ભારતે વર્ષ 2007 માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. જીતના લક્ષ્યાંક સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના મેદાનમાં ઉતરશે.

વિરાટ કોહલીએ શેર કરી તસવીર :

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર સાથી પ્લેયર્સ સાથેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં તેમની સાથે યજુવેન્દ્ર ચહલ અને  હર્ષલ પટેલ નજર આવી રહ્યાં છે. વિરાટે કેપ્શનમાં લખ્યું કે ઓસ્ટ્રેલિયા માટે જવા રવાના. આવનારા દિવસો શાનદાર હશે. તેની સાથે જ ચહલ અને હર્ષલને પણ ટેગ કર્યાં છે.

વિરાટની ઘડિયાળ તો જુઓ :

વિરાટ કોહલીની આ તસવીરમાં તેમની ઘડિયાળ પણ નજર આવી રહી છે. તેના પર અનેક ફેન્સની નજર અટકી ગઈ હતી. લોકોએ તેની કિંમત પણ માલૂમ કરવાનો પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે આ રોલેક્સ કંપનીની ઘડિયા છે.

રોલેક્સની સાઈટ પરથી માલૂમ પડ્યું કે આ મોડલ Dayton છે. જેની કિંમત 28 લાખ રૂપિયા છે. એટલુ જ નહિ, આ મોડલને પોતાના ઈચ્છા મુજબ બનાવી શકાય છે. વિરાટે જે મોડલ પહેર્યું છે તે ગોલ્ડન પ્લેટેડ છે. વિરાટને મોંઘીદાટ ઘડિયાળોનો શોખ છે. તેમની પાસે અનેક ઘડિયાળનું કલેક્શન છે.

આ પણ વાંચો :-