વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની ફરીવાર બદલીના એંધાણ, CR પાટીલે આપ્યું મોટું નિવેદન

Share this story

Vadodara Manpa Commissioner Banchanidhi Pani

  • વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની બદલી મુદ્દે સુરતથી CR પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત રીતે શરૂ છે. તાજેતરમાં જ સુરત અને વડોદરાના (Vadodara) મનપા કમિશનરની (Municipal Commissioner) આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે CR પાટીલનું બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) બદલી મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે.

CR પાટીલે સુરતના એક કાર્યક્રમમાં હાલ વડોદરા મનપા કમિશનર તરીકે ફરજ બજાવનાર બંછાનિધિ પાનીને લઇને નિવેદન આપતા કહ્યું કે, ‘બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઈચ્છીએ. અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.’ (We want Banchanidhi Pani to go to Ahmedabad. The post of Ahmedabad Commissioner is vacant)

તાજેતરમાં જ બંછાનિધિ પાનીની વડોદરા મનપા કમિશનર તરીકે થઈ છે બદલી :

ઉલ્લેખનીય છે કે હજુ ચાર-પાંચ દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરોની પરસ્પર બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા હતા તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. બંછાનિધિ પાની કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે રહ્યાં હતા.

બંછાનિધિ પાની કે જેઓ હવે વડોદરા મનપાના કમિશનર તરીકે નિયુક્ત થયા છે. બંછાનિધિ પાની સુરત માટે અનેક પ્રકલ્પોને ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને છેક કેન્દ્ર સરકાર સુધી લેવાઈ હતી.

આ પણ વાંચો :-