રાજકારણ ! શિવસેના બાદ ઠાકરે પરિવારમાં ભાગલા, ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા

Share this story

Politics! After Shiv Sena split in Thackeray family

  • ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ જયદેવ ઠાકરે શિંદેના જૂથમાં પહોંચ્યા.

શિવસેના પ્રમુખ (Shiv Sena President) ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) મોટા ભાઈ જયદેવ ઠાકરે (Jaydev Thackeray) બુધવારે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે શિવસેના સામે બળવો કરનાર અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેના (Eknath Shinde) જૂથ દ્વારા આયોજિત દશેરા રેલીના (Dussehra rally) સ્ટેજ પર દેખાયા હતા.

બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર શિંદેના નેતૃત્વવાળા જૂથની રેલીમાં જયદેવ ઠાકરેથી અલગ થઈ ગયેલી તેમની પત્ની સ્મિતા પણ હાજર હતી અને ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ દિવંગત બિંદુમાધવ ઠાકરેનો પુત્ર નિહાર પણ હાજર હતો.

રસપ્રદ વાત એ છે કે થાણેમાં અંતિમ રેલી દરમિયાન શિવસેના સંસ્થાપક બાલ ઠાકરે દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ખુરશી સ્ટેજ પર વચ્ચે ખાલી રાખવામાં આવી હતી. શિંદેના સ્ટેજ પર ઉદ્ધવ ઠાકરેના ભાઈ અને ભત્રીજા ઉપરાંત બાળ ઠાકરેના 27 વર્ષથી નજીકના સાથી ચંપા સિંહ થાપા પણ હાજર હતા.

પત્રકારો સાથે વાત કરતા સ્મિતા ઠાકરેએ કહ્યું કે શિંદેએ તેમને રેલી માટે આમંત્રણ આપ્યું હતું. બાળ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરેને તેમના નાના ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ન હોવાનું કહેવાય છે.

પોતાના સંક્ષિપ્ત ભાષણમાં જયદેવ ઠાકરેએ શિંદેના ‘સાહસિક કદમ’ ની પ્રશંસા કરી હતી અને કાર્યકર્તાને તેમનો સાથ ન છોડવાની વિનંતી કરી હતી. બીજી તરફ શિવસેનાની ઉદ્ધવ ઠાકરે જૂથે મધ્ય મુંબઈના શિવાજી પાર્કમાં પોતાની દશેરા રેલીનું આયોજન કર્યું હતું.

શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને પોત પોતાની ટીમને ‘સાચી’ શિવસેના હોવાનો દાવો કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે શિંદેના બળવાને કારણે 29 જૂને શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પડી ગઈ હતી.

આ પણ વાંચો :-