છાનીમાની રીતે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને OTT પ્લેટફોર્મ પર કરવામાં આવી રિલીઝ, ફેન્સ પણ ચોંકી ગયા

Share this story

Aamir’s film Lal Singh Chadha was released

  • આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાને લઈને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને OTT પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને (Lal Singh Chadha) લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ (Big movie) બનશે. પરંતુ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. રીલીઝ બાદથી જ લાલ સિંહ ચઢ્ઢાએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને ફરી એક વખત આમિર ખાનની (Aamir Khan) એ જ ફિલ્મ એ બધાને ચોંકાવી દીધા છે.

એક મીડિયા રીપોર્ટ અનુસાર આમિર ખાને આ ફિલ્મને ચાર વર્ષ આપ્યા હતા પણ તેના ચાર વર્ષની મહેનત પાણીમાં ગઈ હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફીસ પર ડીઝાસ્ટર સાબિત થઇ હતી અને હવે આ ફિલ્મ ખૂબ જ શાંતિથી OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી છે. (The film Lal Singh Chadha turned out to be a disaster at the box office and now the film has quietly been released on the OTT platform Netflix.)

આપણે બધા જાણીએ જ છીએ કે ફિલ્મની રિલીઝ પહેલા આમિર ખાને એક દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ થયાના છ મહિના પછી જ તેની ફિલ્મ OTT પર લોન્ચ કરવામાં આવશે પણ આજે આ ફિલ્મને Netflix પર રિલીઝ કરી દેવામાં આવી છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા‘ નેટફ્લિક્સ પર 6 ઓક્ટોબરે એટલે કે આજે રિલીઝ કરવામાં આવી. આ રીતે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાને રિલીઝ થયાના 55 દિવસ પછી જ OTT પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ પાછળનું કારણ એમ કહેવામાં આવી રહ્યું છે કે ‘ફિલ્મને થયેલ મોટા નુકસાનની ભરપાઈ કરવા માટે આવું કરવામાં આવ્યું છે.’

લાલ સિંહ ચઢ્ઢાના બજેટની વાત કરીએ તો તે લગભગ 180 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 60-70 કરોડનું ક્લેશન કર્યું હતું. આ ફિલ્મના ડિરેક્ટર અદ્વૈત ચંદન હતા અને ફિલ્મની વાર્તા અતુલ કુલકર્ણીએ લખી હતી. જણાવી દઈએ કે આ ફિલ્મ હોલીવુડની લોકપ્રિય ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશિયલ રીમેક હતી પણ દર્શકોને આ વાર્તા પસંદ આવી નથી.

આ પણ વાંચો :-