ચીનમાં હાઇવેનો એક ભાગ ધરાશાયી જતાં ૩૬ લોકોના મોત

Share this story

ચીનના દક્ષિણના ગુઆંગ પ્રાંતમાં હાઈવે ભાંગી પડતાં ઓછામાં ઓછા ૧૯ના મોત થયા હતા. અનેક ઇજાગ્રસ્ત થયા હતા. સરકારી નિવેદન અનુસાર આ અકસ્માતમાં ૩૦ લોકો ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડયા હતા. ભારે વરસાદના કારણે બપોરે ૨ વાગ્યાની હાઈવેનો ૧૭.૯ મીટરનો લાંબો ભાગ એકદમ ધરાશાયી થયો હતો. જેના કારણે રસ્તા દોડતા ૨૩ વાહનો ખાડામાં જઈને પડ્યા હતા. જેમાં ૫૪ લોકો સવાર હતા. આ ઘટના બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ૫૦૦ રાહતકર્મીઓએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

ચીન સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત બાદ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ હાઇવે ગુઆંગડોંગને ફુજિયન પ્રાંત સાથે જોડે છે. ચીનમાં લેબર ડે પર ચાર દિવસની રજા હોય છે અને દેશના મોટાભાગના હાઈવે ટોલ ફ્રી છે. જેના કારણે વધુ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા.

હાઇવેની નીચેની જમીન અને તેની ઉપરના રોડનો ભાગ ધરાશાયી થયો હતો.આ ઘટનાને નજરો સમક્ષ જોનારાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તેણે મોટો ધડાકાભેર અવાજ સાંભળ્યો અને રસ્તાનો એક ભાદ ઢસડી પડતા તરત જ મોટો ખાડો પડી ગયો હતો. હાલમાં આ ઘટનાના વીડિયો અને ફોટો વાયરલ થયા છે જ્યાં ઘટનાસ્થળ પર આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, ખાડામાં સંખ્યાબંધ વાહનનો ઢગલો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :-