ચંદ્ર પર બરફના જથ્થામાં આઠ ગણું પાણી, ઈસરોના વૈજ્ઞાનિકોનો ઘટસ્ફોટ

Share this story

ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર સફળ લેંડિંગ કરાવી ઈતિહાસમાં પોતાનું નામ નોધાવ્યું હતું, હવે ફરી એકવાર ચંદ્ર પર સંશોધન માટે ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. ભારતના ચંદ્રયાન ૩ મિશનની સફળતા પછી, ચંદ્ર પર સંશોધન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યું છે. આ શ્રેણીમાં ભારતને વધુ એક સફળતા મળી છે. ઈસરોના વૈજ્ઞાનિકોના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદ્રના ધ્રુવીય ક્રેટર્સમાં મોટા પ્રમાણમાં પાણીનો બરફ હોવાની સંભાવના છે.

ચંદ્રના ઉત્તરી ધ્રુવ પર દક્ષિણી ધ્રુવ કરતાં બમણો બરફ છે. ચંદ્રના ધ્રુવો પર આ બરફ ક્યાંથી આવ્યો આ પ્રશ્નના જવાબમાં ઇસરોનું કહેવું છે કે, આ ઈમ્બ્રિયન કાળની વાત છે. ત્યારે ચંદ્રની રચના થઈ રહી હતી. વૉલ્કેનિઝ્મ એટલે જ્વાળામુખીમાંથી નીકળતો ગેસ લાખો વર્ષોથી સપાટીની નીચે બરફના રૂપમાં ધીમે-ધીમે એકઠો થતો ગયો.

ISROની ભવિષ્યમાં લેન્ડિંગ અને સેમ્પલિંગ સાઇટ્સ પસંદ કરવામાં મદદ કરે છે આ અભ્યાસના તારણો ISROના અગાઉના અભ્યાસ પર આધારિત છે, જેમાં ચંદ્રયાન-૨ એ ધ્રુવીય ક્રેટર્સમાં પાણીના બરફની હાજરીની શક્યતા તરફ ધ્યાન દોર્યું હતું. વિજ્ઞાનીઓએ અમેરિકન લુનર રિકૉનિસન્સ ઑર્બિટર અને ચંદ્રયાન-૨ ઑર્બિટરમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરતાં આ અંગે ખુલાસો થયો છે. આ ડેટા LROના રડાર, લેસર, ઑપ્ટિકલ, ન્યુટ્રોન સ્પેક્ટ્રોમીટર, અલ્ટ્રા-વાયોલેટ સ્પેક્ટ્રોમીટર અને થર્મલ રેડિયોમીટરમાંથી લેવામાં આવ્યો છે.

ચંદ્રનો આ અભ્યાસ એ પૂર્વધારણાની પુષ્ટિ કરે છે કે ચંદ્રના ધ્રુવો પર પાણીનો બરફનો પ્રાથમિક સ્ત્રોત ૩.૮ થી ૩.૨ અબજ વર્ષો પહેલા ઈમ્બ્રિયન સમયગાળા દરમિયાન જ્વાળામુખી દરમિયાન ઉદ્ભવ્યો હતો. કેન્યોન્સ અને મારિયા તીવ્ર જ્વાળામુખીની પ્રવૃત્તિ દ્વારા રચાયા હતા. પરિણામો એ પણ તારણ આપે છે કે પાણીનો બરફ જ્વાળામુખીની અસરને કારણે થયો હોઈ શકે છે.

આ પણ વાંચો :-