Ghee made from cow milk or ghee made
- દેશી ઘીમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન K ભરપૂર માત્રામાં હોય છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ સારા રહે છે.
દેશી ઘી (Desi Ghee) માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતું પણ શરીરમાં પોષક તત્વોની (Nutrients in the body) ઉણપને પણ દૂર કરે છે. આ જ કારણ છે કે સદીઓથી ભારતીયો દરરોજ ઘીનું સેવન કરે છે. દેશી ઘી પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામીન A, વિટામીન E અને વિટામીન Kથી ભરપૂર છે. દેશી ઘીના નિયમિત સેવનથી ત્વચા અને વાળ (Hair) સારા રહે છે.
દેશી ઘી ભોજનને જલ્દી અને સારી રીતે પચાવવા અને હાર્ટ હેલ્થ માટે યોગ્ય માનવામાં આવે છે. બજારમાં અનેક પ્રકારના ઘી ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો મૂંઝવણમાં છે કે ગાયના દૂધમાંથી ધી સારું હોય છે કે ભેંસના દૂધમાંથી બનેલું ઘી સારૂ હોય છે. ચાલો જાણીએ કયું ઘી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.
ગાયના ઘી અને ભેંસના ઘી વચ્ચેનો તફાવત :
ગાયનું કે ભેંસનું બન્ને પ્રકારના ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ભેંસના ઘીનો રંગ સફેદ હોય છે. જ્યારે ગાયના ઘીનો રંગ પીળો હોય છે. ફાયદાની વાત કરીએ તો ગાયનું ઘી ભેંસના ઘી કરતાં વધુ ફાયદાકારક છે. ગાયના ઘીમાં રહેલા પોષક તત્વો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે.
ગાયને ઘીને માનવામાં આવે છે શ્રેષ્ઠ :
આયુર્વેદમાં ગાયના ઘીનો ઉપયોગ શ્રેષ્ઠ કહેવાય છે. ગાયના ઘીનો ઉપયોગ અનેક ઉપચારાત્મક કાર્યોમાં થાય છે. ગાયના ઘીમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. ત્યાં જ ભેંસના ઘીમાં ખૂબ ચરબી હોય છે.
આ પણ વાંચો :-