07 ઓકટોબર 2022: આ રાશિના લોકો પર હંમેશા રહે છે રામદેવપીરની કૃપા- જીવનમાં ક્યારેય નથી આવતું દુઃખ

Share this story

07 October 2022 Gujarat Guardian

મેષઃ
આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. નાણાંકીય પાસુ મજબૂત બનતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી ફાયદો મળતો જણાય. સંતાનો તરફથી આનંદના સમાચાર મળે. જુના મિત્રોને મળવાના યોગ બને છે.

વૃષભઃ
ધંધાકીય ક્ષેત્રે સફળતાનો સ્વાદ ચાખી શકો. નોકરીયાતને ઉપરી અધિકારીની સરાહના મળે. વાહન સુખમાં વધારો. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી.

મિથુનઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મેળવવામાં સરળતા વર્તાય. આર્થિક પાસુ બળવાન બને છે. નાના યાત્રા-પ્રવાસના સંજોગ પેદા થતા જણાય. સંતાનો સાથે મતભેદ ટાળવાની સલાહ છે.

કર્કઃ
કાર્યક્ષેત્રે દળી દળીને કુલડીમાં નાંખવા જેવો ઘાટ થાય. અગત્યના આર્થિક વ્યવહારો મુલતવી રાખવા. શરદી-ખાંસીની સમસ્યા રહે. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

સિંહઃ
જીવનસાથી સાથે ઉષ્માપૂર્ણ વ્યવહાર રહે. કાર્યક્ષેત્રે પત્નિનો સાથ મળતો જણાય. ગુસ્સાનો ત્યાગ કરવો. નકારાત્મક વિચારો ટાળવા. પાણીથી થતા રોગોથી સાવચેતી જરૂરી.

કન્યાઃ
વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. હાંડકાના દુઃખાવા તથા માથાના દુઃખાવાની પરેશાની રહે. ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

તુલાઃ
ધારેલો આર્થિક લાભ મેળવવામાં સરળતા રહેશે. સંતાનોની સમસ્યાનું નિરાકરણ આવતું જણાય. સંતાન તથા મિત્રો તરફથી સારા સમાચારની પ્રાપ્‍ત‌િ‍ થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
નવા વાહનની ખરીદી શક્ય બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકો. મિલકતના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતા-પિતાના સુખમાં વધારો થાય. આવક જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

ધનઃ
સામાજીક કાર્યોમાં અગ્રેસર થવાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થતી જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય.

મકરઃ
આવકનું પ્રમાણ વધે છતાં માનસિક ઉદાસીનતા વર્તાય. પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે તથા ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. પિતાની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી.

કુંભઃ
દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. મનની ચંચળતા વધે. ઉત્તમ દામ્પત્ય સુખની પ્રાપ્‍ત‌િ થાય. આવકનું પ્રમાણ વધતું જણાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો.

મીનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. કાર્યક્ષેત્રે વધુ સંઘર્ષ કરવો પડે. માન-સન્માનમાં વધારો થાય. મુત્રાશય સંબંધી રોગોથી સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી હર્ષ. કરોડરજ્જુ સંબંધીત સમસ્યાઓથી સાચવવું.

આ પણ વાંચો :-