Big gift to HDFC Bank customers
- HDFC બેંકે 18 મેં 2020નાં રોજ સીનિયર સિટીઝન કેયર સ્કીમને લૉન્ચ કરી હતી. જેના ફાયદા ગ્રાહકોને માર્ચ 2023 સુધી મળી શકે છે.
પ્રાઇવેટ સેક્ટરમાં (Private sector) મોટું નામ ધરાવતી HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટીઝન માટે પોતાની વિશેષ FD યોજનાનો સમયગાળો વધારી દીધો છે. HDFC બેંક દ્વારા સીનિયર સિટીઝન (Senior Citizen) કેયર સ્કીમને લોન્ચ કરી હતી.
જે 30 સપ્ટેમ્બર 2022 સમાપ્ત થવાની હતી. હવે વધતાં વ્યાજદરોની વચ્ચે HDFC બેંકે આ યોજનાને 31 માર્ચ 2023 સુધી વધારી દીધેલ છે. આ સ્કીમમાં બેંક 5 થી 10 વર્ષની FD પર 6.50% વ્યાજદર આપી રહી છે.
આ FD સ્કીમમાં કરી શકાશે રોકાણ :
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષમાં મેચ્યોર થનારી FD પર HDFC બેંક 5.75% જેટલું નિયમિત વ્યાજદર પ્રદાન કરે છે પરંતુ વરિષ્ઠ ગ્રાહકો માટે 6.50%નાં વ્યાજદરે મળશે. જે નિયમિત દરથી 75 બીપીએસ જેટલું વધારે છે. આ સ્કીમ 18 મેં 2020થી લઇને 2023 સુધી અમલમાં રહેશે. જો તમે પણ વધુ વ્યાજદરનો લાભ મેળવવા ઇચ્છતાં હોવ તો જરૂરથી આ સ્કીમમાં નિવેશ કરી શકાશે.
આ જાહેરાત RBIનાં રેપોરેટમાં 50 બેસિસ પોઇન્ટ્સમાં થયેલ વધારાને અનુરૂપ છે. HDFC બેંક સિવાય, IDBI અને SBI બેંકોએ પણ હાલમાં જ સિનિયર સિટીઝનને લઇની FD સુવિધાના વ્યાજદરમાં વધારો કરી ઓફર આપી રહી છે. આ ઉપરાંત એચડીએફસી, આઈસીઆઈસીઆઇ, આઇડીબીઆઇ બેંક અને એસબીઆઇ એ સ્પેશલ એફડીની ઓફર પણ શરૂ કરી છે.
આ બેંકોમાં પણ મળશે લાભ :
આઇડીબીઆઇ બેંકની ‘આઇડીબીઆઇ નમન વરિષ્ઠ નાગરિક જમા યોજના’ પર વાર્ષિક 0.50% વ્યાજદર સિવાય 0.25% જેટલું વધુ વ્યાજદર મળશે. SBI બેંક પોતાના વેકેયર સિનિયર સિટીઝન ટર્મ ડિપોઝીટ સ્કીમમાં 5 વર્ષ કે તેનાથી વધુ સમય સુધીના રોકાણ પર 30 બેસિસ પોઇન્ટસ્ જેટલો વધારે પ્રીમિયમ ઇન્ટરેસ્ટ ફાળવે છે.
પાંચ વર્ષથી ઓછા સમયગાળાંની ટર્મ ડીપોઝિટ પર સામાન્ય નાગરિકોની સરખામણીએ 0.50% વધુ વ્યાજ મળશે. તો 5 વર્ષથી વધુના ટર્મ ડીપોઝીટ પર સામાન્ય માણસને વરિષ્ઠ નાગરિક 0.80% વધુ વ્યાજ મળશે.
આ પણ વાંચો :-