ગુનાની દુનિયામાં લેડી ડોનનો દબદબો, હસીના પારકર જેવો રોફ, 52થી વધુ ગુના

Share this story

Lady don’s dominance in the world

  • રોલમાં હસીના પારકર જેવું રોફ જમાવતી આઇશા પોલીસ સકંજા આવી ગઈ છે. દારૂ, હત્યા અને રાયોટિંગ સહિત 52થી વધુ ગુનાને આપી ચૂકી છે અંજામ.

નારોલ વિસ્તારમાં (Narol area) રહેતી લેડી ડોન (Ladydon) વિરૂદ્ધ એક બે નહીં પરંતુ 52 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. જેમાં સૌથી વધુ દારૂના કેસો છે. નારોલ પોલીસે તેની દારૂ તેમજ મારમારી સહિતના ત્રણેક ગુનામાં ધરપકડ કરી છે. નારોલના આબાદનગરમાં (Abadnagar) રહેતી આયેશાબાનુ (Ayeshaba) નામની મહિલા એક બે નહી પરંતુ 52 કરતાં વધુ ગુના આચરી ચૂકી છે.

આયેશાબાનુએ 22 વર્ષ પહેલા ગુનાખોરીની દુનિયામાં પગલું માંડ્યું હતું અને આજે તે નારોલની હસીના પારકર જેવું વર્તન કરતી હોવાનું આરોપ લાગી રહ્યો છે. નારોલમાં ગલી-ગલીમાં દાદા અને ભાઈઓ જોવા મળે છે પરંતુ લેડી ડોન તો એક જ છે.

તેનું અસલી નામ આશા અને તે બાપુનગરની રહેવાસી છે. આશાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા છે. આયેશાબાનુ વર્ષ 2002માં દેશી દારુ વેચવાનું શરૂ કર્યુ હતું અને બાદમાં તેના વિરૂદ્ધ ગુના દાખલ થવાના શરૂ થયા હતા.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

વર્ષ 2002માં તેના પર ચાર દારૂના કેસ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. બાદમાં વર્ષ 2003માં પણ ત્રણ ગુના દાખલ થયા હતા. જે બાદ તેને પોલીસની બીક જતી રહી એટલે આયેશા ઉર્ફે આશાએ ધમધોકાર દારૂનો ધંધો શરુ કરી દીધો હતો. વર્ષ 2004માં તેના વિરૂદ્ધ 6 ગુના દાખલ થયા હતા. બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેનું નામ લિસ્ટેડ બુલટેગર તરીકે બની ગયું હતું જ્યારે તેને પાસા પણ થઇ હતી.

આયેશાબાનુંના વર્ષ 2005માં બે અને વર્ષ 2006માં 3 ગુના દાખલ થયા હતા. ત્યાર બાદ આશાએ સાજીદખાન પઠાણ સાથે લગ્ન કરી દીધા હતા અને નારોલમાં રહેવા માટે આવી ગઇ હતી. 11 વર્ષ સુધી ગુનાની દુનિયાને અલવિદા કીધા બાદ વર્ષ 2017માં ફરી સક્રિય થઇ. લગ્ન કરી દીધા બાદ આયેશાએ 11 વર્ષ સુધી ગુનાખોરીની દુનિયાને અલવીદા કહી દીધું હતું. જોકે વર્ષ 2017માં તે ફરીથી સક્રિય થઇ હતી અને દેશી દારૂ વેચવાનું શરૂ કરી દીધું હતું.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

વર્ષ 2017માં તેના વિરૂદ્ધ એક દારૂનો ગુનો દાખલ થયો હતો. બાદમાં વર્ષ 2018માં પાંચ ગુના નોંધાયા હતા. અત્યાર સુધી તો દારૂના ગુના દાખલ થયા હતા પરંતુ વર્ષ 2019માં દારૂના 12 ગુના સાથે એક રાયોટીંગનો ગુનો પણ નોંધાયો હતો.

વર્ષ 2020માં આયેશાએ તેના પતિ સાથે મળીને એક હત્યા પણ કરી હતી અને બાદમાં તે જામીન પર છૂટી ગયા બાદ ગુનાખોરીનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. આયેશા વિરૂદ્ધ મારમારી ત્રણ હત્યાનો એક અને રાયોટિંગનો એક ગુનો દાખલ છે.

આ પણ વાંચો :-