Googleને ભારે પડી આ ભૂલ ! હવે ચુકવવો પડ્યો 8.5 કરોડ ડોલરનો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

Share this story

This mistake was heavy on Google

  • દિગ્ગજ ટેક કંપની ગૂગલ ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ વખતે તેણે અત્યાર સુધીની સૌથી મોટી રકમ દંડના રૂપમાં ચૂકવવી પડશે.

દિગ્ગજ ટેક કંપની ગૂગલ (Giant tech company Google) ફરી એકવાર મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. આ વખતે તેણે અત્યાર સુધીની સૌથી મોટી રકમ દંડના રૂપમાં ચૂકવવી પડશે. રિપોર્ટ અનુસાર કંપની યુએસ સ્ટેટ એરિઝોનાના (US state of Arizona) દાવાને પતાવટ કરવા માટે 8.5 કરોડ ડોલર ચૂકવી રહી છે.

એમ જ નથી કહેવાતું કે રાવણથી 100 ફૂટ દૂર રહેજો…આ ક્યારેય પણ દગો આપે … જોઈ લો વીડિયો

જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે Google ગેરકાયદેસર એન્ડ્રોઇટ યુઝર્સના (Android users) લોકેશનને ટ્રેક કર્યુ છે. ધ વર્ઝના રિપોર્ટ અનુસાર આ સમજોતો ગ્રાહક સાથે છેતરપિંડીમાં Google દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી ચુકવણી છે.

લોકેશન બંધ થયા પછી પણ ટ્રેકિંગ :

એરિઝોના એટર્ની જનરલ માર્ક બ્રનોવિચે મે 2020માં ગૂગલ પર દાવો માંડ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને એપ્સ પર તેના સોફ્ટવેરમાં ‘ડાર્ક પેટર્ન’ બનાવવામાં આવી હતી. દાવા મુજબ, યુઝર્સ લોકેશન શેરિંગ બંધ કર્યા પછી પણ ગૂગલ એડવર્ટાઇઝિંગ ડેટા એકત્ર કરવા માટે બેકગ્રાઉન્ડમાં લોકેશન ટ્રેકિંગ ચાલુ રાખે છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ મુદ્દો જૂની પ્રોડક્ટ પોલિસી પર આધારિત છે જેને અપડેટ કરવામાં આવી છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે લોકેશન ડેટા માટે ડાયરેક્ટ કંટ્રોલ અને ઓટો ડિલીટ વિકલ્પો પ્રદાન કરીએ છીએ અને અમે જે ડેટા એકત્રિત કરીએ છીએ તે ડિલીટ માટે હંમેશા કામ કરીએ છીએ. અમને આ મામલો હલ કરવામાં પ્રસન્નતા થઈ રહી છે.’

ગૂગલે આપી હતી આ દલીલ :

લોકેશન ડેટા કલેક્શન અંગે એરિઝોના એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી 2020ની ફરિયાદ પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગૂગલે કહ્યું હતું કે તમામ સ્માર્ટફોન લોકેશન ડેટાનો ઉપયોગ કરે છે. તેઓ જે રીતે કાર્ય કરે છે તેનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કેસમાં કોર્ટે Googleની દલીલ સાંભળી ન હતી અને તેણે આટલી મોટી રકમ નુકસાની તરીકે ચૂકવવી પડી છે

આ પણ વાંચો :-