For the first time in 75 years of independence
- આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મૂ કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા 1.62 કરોડ રહી, જે આઝાદી બાદનો સૌથી મોટો આંકડો છે.
જમ્મૂ કાશ્મીરમાં (Jammu Kashmir) કલમ 370 નાબૂદ કર્યા બાદથી કેન્દ્ર સરકાર (Central Govt) સતત બદલાવની કોશિશ કરી રહી છે. જમ્મૂ કાશ્મીરમાં પર્યટનને (Tourism) પ્રોત્સાહન આપવાની કોશિશો પૂરજોશમાં ચાલી રહી છે, જે લગભગ સફળ પણ સાબિત થઈ રહી છે. આ વર્ષે રેકોર્ડ 1.62 કરોડ પર્યટકોએ જમ્મૂ કાશ્મીરની યાત્રા કરી.
જે આઝાદી બાદ સૌથી વધારે છે. એક સરકારી પ્રવક્તાએ ગુરુવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે આ કેન્દ્ર શાસિત પ્રદેશના સંપૂર્ણ વિકાસ અને બદલાવનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે ત્રણ દશકાઓ બાદ કાશ્મીર લાખો પર્યટકોને આકર્ષિત કરી રહ્યું છે. પર્યટન વિશેષજ્ઞોનું કહેવું છે કે આ કાશ્મીર પર્યટનના સુવર્ણ યુગની વાપસી છે.
આઝાદી બાદ 75 વર્ષોમાં સૌથી વધારે સંખ્યા :
તેમણે કહ્યું કે જમ્મૂ કાશ્મીર આવનાર પર્યટકોની રેકોર્ડ સંખ્યા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલા સમગ્ર વિકાસ અને બદલાવને દર્શાવે છે. પ્રવક્તાએ આગળ કહ્યું કે પર્યટન જમ્મૂ કાશ્મીરમાં રોજગારનો સૌથી મોટો સ્ત્રોત છે અને જાન્યુઆરી, 2022થી અત્યાર સુધીમાં 1.62 કરોડ પર્યટકોએ જમ્મૂ કાશ્મીરની યાત્રા કરી છે, જે સ્વતંત્રતાના 75 વર્ષોમા સૌથી વધારે આંકડો છે.
તેમણે જણાવ્યું કે આ વર્ષે પહેલા આઠ મહિનાઓમાં 3.65 લાખ અમરનાથ યાત્રીઓ સહિત 20.5 લાખ પર્યટકોએ કાશ્મીરની યાત્રા કરી છે. પર્યટન આધારિત વ્યવસ્થા થવાથી પ્રવાસીઓના વધવાને કારણે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે.
75 નવા પર્યટન સ્થળોને પણ પ્રોત્સાહન અપાયું :
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે આવેલા પર્યટકો માત્ર કાશ્મીર તથા જમ્મૂ સુધી જ સિમિત નથી રહ્યા, પણ રાજૌરી-પુંછ જેવા પહાડી વિસ્તારોમાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ પાછળનું મુખ્ય કારણ એ પણ હતું કે પ્રશાસને 75 નવા પર્યટન સ્થળોને પણ પ્રોત્સાયન આપ્યું છે.
જ્યાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો જતા હતા. ગત 70 વર્ષથી આ માંગ હતી કે જમ્મૂ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે તો વખતે મોદી સરકારે લોકોની માંગ પૂરી કરીને શ્રીનગરથી શારજાહ માટે સિદ્ધિ ફ્લાઇટ શરૂ કરાવી.
આ પણ વાંચો :-