ફાયદો નહીં શરીરને નુકસાન કરે છે અંજીર, વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે આ મુશ્કેલીઓ

Share this story

Figs do not benefit the body

  • અંજીર એક એવું ફળ છે જેને ઘણા લોકો પસંદ કરે છે. પરંતુ શોખ કે સારા સ્વાસ્થ્ય માટે તેને વધુ પડતું ન ખાવું નહીંતર ફાયદાની જગ્યા પર તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર ડાયટિશિયન્સ (Dieticians) અને હેલ્થ એક્સપર્ટ સારા સ્વાસ્થ્ય માટે ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. તેની ઈમ્યુન વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. તેનો સ્વાદ (taste) આપણને ખૂબ આકર્ષે છે. પરંતુ આપણે તેનું સેવન ક્યારેય પણ જરૂર કરતા વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ.

જરૂર કરતા વધારે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. એવું જ એક ફળ છે અંજીર જેને રાંધીને અને સૂકવીને બંને રીતે ખાઈ શકાય છે. પરંતુ તેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવા માટે તેને ડ્રાયફ્રૂટનો આકાર આપવામાં આવે છે. ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવ્યું કે શા માટે આપણે વધુ સૂકા અંજીર ન ખાવા જોઈએ.

કેલ્શિયમની ઉણપ :

જે લોકો ખૂબ અંજીર ખાય છે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે કારણ કે આ ડ્રાય ફ્રૂટમાં રહેલા ઓક્સિલેટ આપણા શરીરમાં રહેલા તમામ કેલ્શિયમને શોષી લે છે. કેલ્શિયમની ઉણપને કારણે આપણાં હાડકાં અને શરીર નબળાં પડી જાય છે.

પેટ ફૂલવાની સમસ્યા :

કેટલાક લોકો સુકા અંજીરને સ્વાદને કારણે વધુ ખાવા લાગે છે. પરંતુ તેના કારણે પેટ ભારે થઈ જાય છે અને પછી પેટમાં દુખાવો અને પેટ ફૂલવાની ફરિયાદ રહે છે. તેનાથી બચવા માટે તમારે અંજીર ખાધા પછી એક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ.

લિવર અને આંતરડાને નુકસાન :

જો તમે જરૂર કરતા વધારે અંજીર ખાઓ છો તો તમારા લીવરમાં સમસ્યા થઈ શકે છે. આ સાથે આંતરડામાં બ્લોકેજ થવાનું પણ જોખમ બને છે. તેનું કારણ એ છે કે આ ફળના બીજ સરળતાથી પચી શકતા નથી.

આ પણ વાંચો :-