Sunday, Jul 13, 2025

ફેસ્ટિવલ સેલમાં ધૂમ ખરીદી, 40,000 કરોડનું ઓનલાઇન વેચાણ થયું, દર કલાકે વેચાયા આટલાં ફોન

2 Min Read

Dhoom buys in festival sale, 40,000 crores

  • ભારતમાં ઓનલાઇન શોપિંગ માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. ખાસ કરીને તહેવારોની સીઝનમાં માર્કેટે હરણફાળ ભરતા 5.7 અબજ ડોલરનું ઓનલાઈન વેચાણ થયું છે.

આંકડા મુજબ દર કલાકે 56 હજાર મોબાઇલ (Mobile) વેચાયા છે. કુલ વેચાણમાં 41 ટકાના યોગદાન સાથે મોબાઇલ ફોન બજારમાં અગ્રેસર છે. ફેસ્ટિવલ સેલના (Festival Sale) પ્રથમ સપ્તાહમાં તમામ પ્લેટફોર્મ પર 75-80 મિલિયન લોકો એ ઓર્ડર આપ્યા હતા.

પ્રથમ સપ્તાહમાં ગ્રાહકોના બેઝમાં પણ વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો થયો છે. ચાલુ વર્ષે સેલમાં ફ્લિપકાર્ટ, મિત્રા અને શોપ્સી 62 ટકા બજાર હિસ્સા સાથે બજારમાં અગ્રેસર રહ્યું હતું. જ્યારે મીશો માર્કેટ શેરના 21 ટકા વોલ્યુમના ઓર્ડરની દ્રષ્ટિએ બીજા ક્રમે ઉભરી આવ્યું હતું.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

બીજી તરફ ફેશનનો ફાળો 20 ટકા રહ્યો છે અને ગત વર્ષે ફેસ્ટિવલ સેલ કરતા 48 ટકા વધ્યો છે. સેલના પ્રથમ ચાર દિવસમાં ભારતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે રૂ. 24,500 કરોડથી વધુની કમાણી કરી હતી. પ્રથમ ચાર દિવસમાં આશરે 55 મિલિયન ગ્રાહકોને ઓનલાઇન ખરીદી કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article