ઈંડાને શાકાહારી જ ગણવા જોઈએ : વૈજ્ઞાનિકોએ કારણ આપી કર્યો દાવો

Share this story

Eggs should be considered vegetarian

  • ઈંડાને લઈને લોકોના મનમાં હંમેશા એક સવાલ આવે છે કે તે વેજ છે કે નોનવેજ? ચાલો આજે તમને વૈજ્ઞાનિક રીતે સમજાવીએ કે ઇંડાને તમે વેજ ગણશો કે નોનવેજ.

‘સન્ડે હો યા મન્ડે, રોજ ખાઓ અંડે’ આ તમે ટીવી પર ઘણી વાર એડમાં જોયું હશે. ઈંડા (egg) સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જે લોકો નોનવેજ (nonveg) ખાય છે તેઓ ઇંડા ખૂબ જ સરળતાથી ખાય લે છે. પરંતુ શાકાહારીઓ ઇંડા ખાવાનું ટાળે છે. કેટલાક લોકોનું માનવું છે કે ઈંડા નોનવેજ (Eggs are non-veg) છે કારણ કે તે મરઘી દ્વારા આપવામાં આવે છે.

સાથે જ શાકાહારી લોકો પણ કહે છે કે ઈંડામાંથી બચ્ચા નીકળે છે એટલે નોનવેજ છે. જો કે કેટલાક લોકો આ દલીલ માનતા નથી. વૈજ્ઞાનિકો પણ આ દલીલને ખોટી સાબિત કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દૂધ જાનવરોમાંથી પણ આવે છે, તો તે શાકાહારી કેવી રીતે બની ગયું? (Scientists also disprove this argument. Scientists say that milk also comes from animals, so how did it become vegetarian?)

બજારમાં અનફર્ટિલાઈઝ્ડ ઇંડા પણ ઉપલબ્ધ :

તમને જણાવી દઈએ કે બજારમાં મળતા બધા ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે. એટલે કે આ ઇંડામાંથી બચ્ચાં ક્યારેય બહાર નથી આવતા. આ મુજબ ઈંડાને નોનવેજ ગણવું યોગ્ય નહીં ગણાય. વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના માધ્યમથી આ સવાલનો જવાબ પણ માંગ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

ઈંડા પર થયેલા એક રિસર્ચ અનુસાર ઈંડામાં ત્રણ લેયર હોય છે. પહેલી છાલ, બીજી સફેદ અને ત્રીજી ઇંડાની જરદી એટલે કે યોક, યોકનો અર્થ થાય છે પીળો ભાગ. ઈંડાની સફેદીમાં માત્ર પ્રોટીન હોય છે. તેમાં પ્રાણીનો કોઈ ભાગ હાજર નથી. તેથી તકનીકી રીતે, ઇંડાની સફેદી એ વેજ છે.

ઈંડાની યોકમાં પ્રોટીન અને કોલેસ્ટ્રોલ હોય છે :

જો ઈંડાની જરદીની વાત કરવામાં આવે તો તેમાં પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ પણ સારી માત્રામાં હોય છે. ઇંડા મુરઘી અને મુરઘાના સંપર્કમાં આવ્યા પછી બને છે. તેમાં પ્રજનન કોષો હોય છે જે તેને માંસાહારી બનાવે છે. જ્યારે બજારમાં ઈંડામાં આવું કંઇ થતું નથી.

મરઘી મરઘાના સંપર્કમાં આવ્યા વિના ઇંડા મૂકે છે :

તમને જાણીને આશ્ચર્ય થશે કે મરઘી 6 મહિનાની થયા પછી ઇંડા મૂકવાનું શરૂ કરે છે. તે દર દોઢ દિવસે ઇંડા મૂકે છે. તે મરઘાના સંપર્કમાં હોવું જરૂરી નથી. મરઘાના સંપર્કમાં આવ્યા વિના જે મરઘી ઇંડા મૂકે છે તેને અનફર્ટિલાઇઝ્ડ ઇંડા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે બચ્ચાઓ ક્યારેય તેમાંથી બહાર આવી શકતા નથી. આથી બજારમાં મળતા ઈંડાની ગણતરી શાકાહારી વર્ગમાં જ કરવામાં આવશે.

આ પણ વાંચો :-