ઓ માય ગોડ ! દેશના આઠ શહેરોમાં શરૂ થઈ ગઈ Airtelની 5G સેવાઓ, પ્લાનને લઈને કંપનીએ કરી ચોંકાવનારી જાહેરાત

Share this story

Airtel’s 5G services launched in eight

  • મુખ્ય દૂરસંચાર કંપની ભારતી એરટેલની 5જી સેવાઓ દેશના આઠ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં શરૂ થઇ ગઇ છે.

મુખ્ય દૂરસંચાર કંપની ભારતી એરટેલની (Bharti Airtel) 5જી સેવાઓ દેશના આઠ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, હૈદ્રાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં (Nagpur and Varanasi) શરૂ થઇ છે. કંપનીએ ગુરૂવારે આ જાણકારી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે. 5જી સેવાઓનો લાભ ઉઠાવનારા ગ્રાહકોને પોતાના વર્તમાન 4જી પ્લાન મુજબ ચૂકવણી કરવી પડશે.

ભારતી એરટેલના મેનેજમેન્ટ નિર્દેશક અને મુખ્ય કાર્યપાલક અધિકારી ગોપાલ વિટ્ટલે 5જીની રજૂઆતના અવસરેે કહ્યું, ભારતી એરટેલ છેલ્લાં 27 વર્ષથી દેશની દૂરસંચાર ક્રાંતિમાં સૌથી આગળ રહી છે. અમે અમારા ગ્રાહકોને સૌથી સારો અનુભવ આપવા માટે હંમેશા સારા નેટવર્કનુ નિર્માણ કર્યુ છે અને આગળ પણ ચાલુ રાખીશુ. અમારી આ યાત્રામાં આજે વધુ એક પગલુ છે.

ગ્રાહક પોતાના 4જી પ્લાન મુજબ સેવાઓનો લાભ ઉઠાવી શકશે :

તેમણે કહ્યું, એરટેલ 5જી પ્લસ કોઈ પણ 5જી ઉપકરણ અને ગ્રાહકના હાલના સિમ કાર્ડની સાથે કામ કરશે. ભારતી એન્ટરપ્રાઈઝના સંસ્થાપક અને ચેરમેન સુનીલ મિત્તલે એક ઓક્ટોબરે દેશના આઠ શહેરોમાં 5જી સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે ગ્રાહક પોતાના 4જી પ્લાન મુજબ સેવાઓનો લાભ ઉઠાવી શકશે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

તેમણે કહ્યું કે એરટેલ ગ્રાહક પોતાના ક્ષેત્રમાં 5જી સિગ્નલ મેળવવા માટે 5જી પર સ્વિચ કરી શકે છે. જો ગ્રાહકોને લાગે કે 5જી પર ડેટાનો ખર્ચ વધુ થઇ રહ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સીટ માટે બે મહિલા ગ્રુપ બાખડ્યા | જુઓ સંપૂર્ણ વિડીયો

તો તેઓ 4જી નેટવર્ક પર પાછા જઇ શકેે છે. પ્રવક્તાએ કહ્યું, 5જી સુધી પહોંચવુ વૈકલ્પિકક છે. હાલમાં એપલ, સેમસંગ, શાઓમી, વીવો, ઓપ્પો, રીયલમી અને વનપ્લસના 5જી મોડલ એરટેલ 5જી પ્લસ સેવાને અનુકૂળ છે.

આ પણ વાંચો :-