HomeGujaratઅમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ખેતરમાં પાર્ક કરેલી તુફાન પેસેન્જર ગાડી આગની લપેટમાં આવી જતાં અંદર સૂઈ રહેલા બે શ્રમિકોનાં મોત નીપજ્યાં હતાં. વહેલી સવારે ગાડી સળગેલી હાલતમાં મળી આવતાં સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ગુંદરણ ગામની સીમમાં આવેલી એક વાડીમાં તુફાન ગાડી પાર્ક કરવામાં આવી હતી. આ ગાડીમાં બે શ્રમિકો ઊંઘી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે ગાડીમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બંને યુવકોને બહાર નીકળવાની તક મળી ન હતી અને ગંભીર રીતે દાઝી જવાથી તેમનાં મોત થયાં હતાં.

મૃતકોમાં 16 વર્ષના સગીરનો પણ સમાવેશ

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બંને યુવકોની ઓળખ રવિ કમલેશભાઈ બધેલ (ઉંમર 16 વર્ષ) અને નીતિન રામસિંગ પચાયા (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે. બંને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા અને રોજીરોટી માટે અમરેલી વિસ્તારમાં મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

હત્યા કે અકસ્માત? પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે

બનાવની જાણ થતાં જ લીલીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સાથે મામલતદાર અને FSLની ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને યુવકો ગાડીમાં સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ બહારથી આગ લગાવી હોઈ શકે છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પોલીસ દ્વારા આ ઘટના અકસ્માત છે કે બંને યુવકોની હત્યા કરવા માટે જાણીજોઈને ગાડીને આગ લગાવવામાં આવી હતી, તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ ચકચારી બનાવ પાછળનું રહસ્ય ઉકેલવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Subscribe

Latest stories