Claiming that CM Bhupendra Patel
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને કબજે કરવા માટે ભાજપ નવો દાવ અજમાવી શકે છે.
ભાજપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Chief Minister Bhupendra Patel) સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) ઉમેદવારી કરાવી શકે તેવો સાંજ સમાચાર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ પશ્વિમ સીટ (Rajkot West Seat) પર ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી કરી શકે તેવી સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે.
રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ :
તમને જણાવી દઇએ કે હાલમાં રાજકોટ પશ્વિમ સીટ પર પૂર્વ CM વિજય રૂપાણી ધારાસભ્ય છે. ત્યારે રાજકોટ પશ્વિમ સીટ પર હાલમાં ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે.
આપને ઝટકો : મનીષ સિસોદિયાનું મોદી મોદીના નારા સાથે અંબાજીમાં સ્વાગત !
આ બેઠક પર પાટીદાર અને અન્ય સમાજ પણ દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાના વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. રુપાણીને પંજાબના પ્રભારી બનાવતા ટિકિટ માટે લોબિંગ શરૂ થઇ ગયું છે.
વજુભાઈની રાહ પર વિજયભાઈ ?
નોંધનીય છે કે જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ રાજકોટની પોતાની સીટ છોડી હતી. હવે સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સીટ છોડી શકે છે.
વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની સોંપાઇ છે જવાબદારી :
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં હોવાના સંકેત મળી રહ્યાં છે. નોંધનીય છે કે ભાજપ હાઇકમાન્ડે વિવિધ રાજ્યોના ભાજપ પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં પૂર્વ CM વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વએ મોટી જવાબદારી આપી હતી. વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો :-