જૂની બાઇક કે કાર ખરીદતા પહેલા ચેતજો ! કાયદામાં મોટો ફેરબદલ કરવા જઈ રહી છે સરકાર

Share this story

Be warned before buying an old bike

  • કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેનાથી ખરીદ-વેચાણની પ્રક્રિયાને પારદર્શી અને સેકન્ડ હેન્ડ ડીલર્સને વધુ જવાબદાર બનાવવામાં આવશે.

દેશમાં જૂના વાહનોનો (Old vehicles) વ્યાપાર ઘણો જૂનો છે. પરંતુ હાલમાં નવી કારનું (New car) લાંબુ વેઈટીંગ અને વધતી મોંઘવારી (Inflation) વચ્ચે ગ્રાહકોનુ જૂના વાહનો તરફ આકર્ષણ ઝડપથી વધી રહ્યું છે. તો ઓનલાઈન એપ્સની (Online apps) મદદથી ઝંઝટ મુક્ત બાય અને સેલને પગલે જૂની કારોનું માર્કેટ ઝડપથી ગુંજી રહ્યું છે.

ડીલરને દર વર્ષમાં લેવુ પડશે લાઈસન્સ :

સરકારે સેકન્ડ હેન્ડ કાર ડીલરને માન્યતા આપવા માટે તેના માટે લાઈસન્સ ફરજીયાત બનાવી દીધા છે. આ નિયમ હેઠળ ઉપયોગમાં લેવાયેલ વાહન ડીલર્સને આરટીઓ પાસેથી લાઈસન્સ પ્રાપ્ત કરવુ પડશે. આ લાઈસન્સ 5 વર્ષ માટે માન્ય રહેશે. લાઈસન્સ પ્રાપ્ત કર્યા બાદ ડીલર જૂનુ વાહન પેચ કરી શકશે. આ સાથે જૂનુ વાહન નવા ગ્રાહકને વેચતા પહેલા કારને નવા માલિકના નામે રજીસ્ટર કરાવવાનુ ફરજીયાત રહેશે. જો આવુ નહીં થાય તો તેનુ લાઈસન્સ રદ્દ કરવામાં આવશે.

ડીલર પર હશે જૂૂના વાહનની જાણકારી  :

નવા નિયમો મુજબ કોઈ કાર માલિક પોતાની કારને ડીલરશિપના માધ્યમથી વેચવા માટે આપે છે તો તેની જાણકારી પણ ડીલર આરટીઓમાં આપશે. એટલે કે અત્યારની જેમ ડીલર ખરીદનાર અને વેચનારની વચ્ચે મધ્યસ્થ નહીં થાય. તો આ આખી પ્રક્રિયામાં એક પક્ષ હશે. આ નિયમ લાગુ થયા બાદ જ્યાં સુધી કાર વેચાતી નથી તેની જવાબદારી ડીલરની હશે. વાહનના જૂના માલિકની નહીં.

ડીલરે જ RC અપડેટ કરાવવી પડશે  :

નવા નિયમો હેઠળ જ્યારે જૂની કાર વેચાય છે તો ત્યારબાદ નવા માલિક સાથે જોડાયેલી બધી જાણકારીને આરટીઓમાં આપવાની જવાબદારી ડીલરની રહેશે. આ સાથે જૂની કારના બધા દસ્તાવેજ જેવા કે આરસી, એનઓસી ફોર્મ, ફિટનેસ વગેરેની જાણકારી ડીલરને જ આરટીઓમાં આપવી પડશે.

આ પણ વાંચો :-